લાવ્યા હતા 1 કિલો દૂધી, એક રાતમાં થઈ ગઈ દોઢ કિલોની, પત્ની બોલી.. `ભૂત..ભૂત` !
વકીલ સાહેબ એક કિલો દૂધી લાવ્યા હતા, જેમાંથી પત્નીએ અડધી દૂધી સાંજે રાંધી નાખી અને બાકીની અડધી ફ્રિજમાં મુકી હતી, સવારે ઉઠીને જોયું તો દૂધી દોઢ કિલોની થઈ ગઈ હતી. આટલી મોટી દૂધી જોઈને વકીલ સાહેબના પત્નીના મોઢામાંથી ચીસ નિકળી ગઈ અને કહેવા લાગ્યા કે ઘરમાં દૂધી સાથે ભૂતનો પ્રવેશ થયો છે
નવી દિલ્હીઃ જરા વિચાર કરો કે તમે રાત્રમાં એક દૂધી કાપીને ફ્રીજમાં મુકી હોય અને સવારે ફ્રીજ ખોલો ત્યારે તે ડબલ સાઈઝની જોવા મળે તો તમારી પ્રતિક્રિયા શું હશે? ભયના કારણે તમારો પરસેવો છૂટી જશે. હવે, પ્રથમ લાઈનને બીજી વખત વિચારો કે, જો આ દૂધી તમે નહીં પરંતુ તમારા પતિદેવ લાવ્યા છે તો આવી સ્થિતિમાં તમારો ગુસ્સો કોના પર ઉતરશે?
વધુ વિચારવાની જરૂર નથી, પરંતુ આવી જ એક ઘટના પટના હાઈકોર્ટના એક વકીલના ઘરમાં જોવા મળી છે. ફ્રીઝમાં મુકેલી દૂધીની સાઈઝ ડબલ થઈ જવાની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર આજકાલ જોરદાર વાયરલ થઈ રહી છે.
પત્નીને ખુશ કરવા લાવ્યા દૂધી અને....
આ વાયરલ સ્ટોરી અનુસાર વકીલ દરરોજ સાંજે ઘરે જતા સમયે શાકભાજી લઈને જતા હતા. તેઓ ભીંડા, પરવર, કારેલા લઈ જતા પરંતુ દૂધી ખરીદતા ન હતા. એક દિવસ વકીલની પત્નીએ કહ્યું કે, આજે દૂધી લેતા આવજો. પત્નીની ઈચ્છા પૂરી કરવા વકીલસાહેબ હોંશે-હોંશે 1 કિલો દૂધી લઈને ઘરે ગયા. પત્નીએ પણ પતિને ખુશ કરવા અડધી દૂધીનું શાક બનાવ્યું અને બાકીની દૂધી ફ્રીજમાં મુકી દીધી.
અહો આશ્ચર્યમ! એક્વેરિયમમાં વર્જિન ફીમેલ એનાકોન્ડાએ આપ્યો 18 બચ્ચાંને જન્મ, દુનિયા ચકિત....
સવારે થયો ચમત્કાર
વકીલ સાહેબના પત્નીએ સવારે દૂધ લેવા માટે જ્યારે ફ્રીજનો દરવાજો ખોલ્યો ત્યારે દૂધીની સાઈઝ જોઈને તેમના મોઢામાંથી ચીસ નિકળી ગઈ. કેમ કે, અડધી દૂધી સવારે ડબલ થઈ ગઈ હતી.
ઘરમાં ભૂતનો પ્રવેશ
વકીલ સાહેબના પત્ની પતિ પર ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, આ ભૂતિયા દૂધી ક્યાંથી લાવ્યા છો. પત્ની એટલા ડરી ગયા હતા કે ફરમાન બહાર પાડી દીધું કે હવે હું આ ભૂતિયા ઘરમાં નહીં રહું. દૂધીની સાથે-સાથે ઘરમાં ભૂતનો પ્રવેશ થઈ ગયો છે. વકીલ પણ કંઈ સમજી શકતા ન હતા.
પડોશીએ આવીને કરાવ્યું સમાધાન
વકીલ સાહેબ હાઈકોર્ટમાં ભલે જજ સામે દલીલો રજૂ કરતા હોય, પરંતુ ઘરમાં પત્ની સામે તેમની બોલતી બંધ થઈ ગઈ હતી. પત્ની તેમની એક વાત સાંભળવા તૈયાર ન હતી. તેમનો ઝઘડો સાંભળીને પડોશીઓ એક્ઠા થઈ ગયા. સમગ્ર વાત જાણ્યા પછી એક પડોશીએ સમજાવ્યું કે, વેપારીઓ દૂધી, તરબૂચ, ટેટી જેવી વસ્તુઓની સાઈઝ મોટી કરવા માટે ઈન્જેક્શનનો ઉપયોગ કરતા હોય છે. આ ઈન્જેક્શનના કારણે જ તમારી દૂધીની સાઈઝ મોટી થઈ ગઈ છે. પડોશીના સમજાવ્યા પછી વકીલ સાહેબના પત્નીના જીવને શાંતિ થઈ હતી.
જૂઓ LIVE TV...