ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો કેમ? 3 કારણો જાણો
અમેરિકી ન્યાય વિભાગ (US DOJ) એ પોતાના અભિયોગમાં આ દાવો કર્યો છે. કથિત લાંચનો 85% થી વધુ હિસ્સો 2,029 કરોડ રૂપિયામાંથી લગભગ 1,750 કરોડ રૂપિયા આંધ્ર પ્રદેશના એક ટોપ અધિકારીને આપવામાં આવ્યા હતા. જો કે તેના પર રાજ્યના રાજકીય પક્ષો, ખાસ કરીને તેલુગુ દેશમ પાર્ટી(TDP)ની ચૂપ્પી ચોંકાવનારી છે.
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી વિરુદધ અમેરિકી સરકારે ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત સાત અન્ય લોકો પર મોંઘી સૌર ઉર્જા ખરીદવા માટે આંધ્ર પ્રદેશ અન ઓડિશાની રાજ્ય સરકારોના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ છે. અમેરિકી ન્યાય વિભાગ (US DOJ) એ પોતાના અભિયોગમાં આ દાવો કર્યો છે. કથિત લાંચનો 85% થી વધુ હિસ્સો 2,029 કરોડ રૂપિયામાંથી લગભગ 1,750 કરોડ રૂપિયા આંધ્ર પ્રદેશના એક ટોપ અધિકારીને આપવામાં આવ્યા હતા. જો કે તેના પર રાજ્યના રાજકીય પક્ષો, ખાસ કરીને તેલુગુ દેશમ પાર્ટી(TDP)ની ચૂપ્પી ચોંકાવનારી છે.
વેઈટ એન્ડ વોચના મૂડમાં TDP
રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) ના સાથી પક્ષ ટીડીપીએ ગુરુવારે કહ્યું કે તે આ મુદ્દા અંગે સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ પ્રતિક્રિયા આપશે. પ્રવક્તા કોમ્મારેડ્ડી પટ્ટિભિરામે કહ્યું કે "અમારે કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા રિપોર્ટનો અભ્યાસ કરવો પડશે. તેમાં બેથી ત્રણ દિવસ લાશે. "આંધ્ર સરકારમાં મંત્રી નારા લોકેશ નાયડુએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે "મુદ્દા પર વિધાનસભામાં કોઈ ચર્ચા નથી." અખબારે સૂત્રોના હવાલે પાર્ટીના આ વલણના ત્રણ સંભવિત કારણો જણાવ્યાં છે.
કેમ ચૂપ છે ચંદ્રબાબુ નાયડુ? 3 કારણો
હાલના અદાણીવાળા ઘટનાક્રમ પર ટીડીપીની પ્રતિક્રિયા ન આવવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે પાર્ટી કદાચ જોવા માંગે છે કે આગળ શું થાય છે. અમેરિકાનો એ આરોપ છે કે અદાણી ગ્રુપે સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપી. આ લાંચ એવા સમયે આપવામાં આવી જ્યારે રાજ્યમાં YSR કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી અને જગન મોહન રેડ્ડી સીએમ હતા. આમ છતાં ટીડીપી હાલ આ બધામાં પડવા માંગતી નથી.
બીજું કારણ એ પણ હોઈ શકે કે સીએમ ચંદ્રબાબુ નાયડુ હાલ આંધ્ર માટે અદાણી સમૂહ પાસેથી રોકાણ મેળવવાની કોશિશમાં છે. હાલમાં જ તેઓ અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટરને મળ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસે એક મંત્રીના હવાલે લખ્યું કે "આંધ્ર પ્રદેશને સૌર ઉર્જાની જરૂર છે અને તે અદાણી સોલર સાથે કરાયેલા વીજળી ખરીદ સમજૂતિઓ(PPA) ને રદ કરવાની સ્થિતિમાં નથી. જ્યારે જગન 2019માં સત્તામાં આવ્યા તો તેમણે ટીડીપી સરકાર દ્વારા કરાયેલા અને PPA રદ કરી નાખ્યા જેનાથી રાજ્યમાં વીજળી સંકટ પેદા થયું હતું. અમે આ સ્થિતિ ઈચ્છતા નથી."
ત્રીજુ કારણ એ હોઈ શકે કે નાયડુ કદાચ આટલા જલદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સાથેના સંબંધમાં ખટાશ નાખવા માંગતા નથી. ટીડીપી મુશ્કેલીમાં છે કારણ કે ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ જે જનસેના પાર્ટીના પ્રમુખ છે તેઓ મોદી અને ભાજપની ટોપ લીડરશીપની નજીક છે, જેમણે ભાજપને ટીડીપી-જેએસપી ગઠબંધનમાં સામેલ થ વા માટે રાજી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજ્યમાં આ ગઠબંધનને મોટી જીત મળી છે.
કેન્દ્ર સરકારમાં ટીડીપી એનડીએની મહત્વની સહયોગી છે. શ્રીકાકુલમથી ટીડીપી સાંસદ કે રામમોહન નાયડુ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે જ્યારે ગુંટુરથી ટીડીપી સાંસદ ડો. ચંદ્રશેખર પેમ્માસાની કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્ય મંત્રી છે.
અન્ય પાર્ટીઓ શું કહે છે
પવન કલ્યાણની પાર્ટીના એક નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, અમે ફક્ત એક સ્થાનિક પાર્ટી છીએ. હાલ અમારે તેના પર પ્રતિક્રિયા આપવાની નથી. YSRCP નેતાઓએ કોઈ જવાબ જ નથી આપ્યો. વિપક્ષી દળો-કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીઆઈ(એમ)એ ચોક્કસપણે આ મામલાને પ્રમુખતાથી ઉઠાવ્યો.
અમેરિકી અભિયોગમાં આ અધિકારીનું નામ જણાવવામાં આવ્યું નથી જેને કથિત રીતે લાંચ અપાઈ હતી. CPI એ કહ્યું કે તેણે જગન મોહન રેડ્ડીની સરકારને અદાણી સાથે થયેલી 'ડીલ' પર ઘેર્યા હતા. 2021માં તેલુગુ મીડિયામાં ખુબ ચર્ચાઓ થઈ હતી કે અદાણીએ રેડ્ડી સાથે મુલાકાત કરી છે. CPI તે બેઠકને સીક્રેટ મીટિંગ ગણાવી હતી.
CPI ના મહાસચિવ ડી રાજાએ કહ્યું કે આ મામલે ભારત સરકાર ખાસ કરીને પીએમ મોદીએ તેમના સવાલોના જવાબ આપવા જોઈએ. પાર્ટીની આંધ્ર પ્રદેશ શાખાએ મામલાની ન્યાયિક તપાસ કરવાની માંગણી ઉઠાવી છે. CPI (M) એ પોતાના નિવેદનમાં કહ્યું કે સીબીઆઈએ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો હેઠળ કેસ દાખલ કરવો જોઈએ.