કારોબારી ગૌતમ અદાણી અને પશ્ચિમ બંગાળ સરકાર તાજપુરમાં ડીપ સી પોર્ટ પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારમાં મંત્રી શશિ પાંજાએ સ્પષ્ટ કરી દીધુ છે કે અદાણી સમૂહ  પ્રોજેક્ટમાંથી બહાર થયો નથી. વાત જાણે એમ છે કે હાલમાં જ થયેલા શિખર સંમેલનમાં અદાણી ન પહોંચ્યા અને ત્યારબાદ આ પ્રકારની અટકળો થઈ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજધાની કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાંજાએ કહ્યું કે બંગાળ અને અદાણી તાજપુર પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા છે. જેના માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી પણ સશર્ત મંજૂરી મળી ગઈ છે. ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલયે અનેક સ્પષ્ટીકારણ માંગ્યા છે. હાલ અમારી સરકાર અને અદાણી સમૂહ આ મુદ્દાઓ પર સાથે કામ કરી રહ્યા છે. જે લોકોને જાણકારી નથી તેઓ સ્વાભાવિક છે કે આ રીતે બકવાસ કરશે. 


ક્યાંથી ઉઠી હતી વાત?
21 અને 22 નવેમ્બરના રોજ કોલકાતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) નું આયોજન થયું હતું. અહીં ગૌતમ અદાણી અને તેમના પુત્ર કરણ પહોંચ્યા નહતા. હવે સીએમ બેનર્જીએ શરૂઆતના ભાષણમાં તાજપુર પ્રોજેક્ટનો ઉલ્લેખ કરી નાખ્યો અને અનેક મોટા કારોબારી સમૂહોને તેની સાથે જોડાવવાનું આમંત્રણ પણ આપી દીધું.


સીએમ સાથે મુલાકાત
સમાચાર છે કે વર્ષ 2021 બાદથી અત્યાર સુધીમાં અદાણી ને તેમના પુત્ર બેવાર સીએમ બેનર્જી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. ડિસેમ્બર 2021માં અદાણીએ ટીએમસી સુપ્રીમો સાથે નાબન્નામાં લાંબી ચર્ચા કરી હતી. આ ઉપરાંત 2022માં તેમણે BGBSનું ઉદ્ધાટન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


TMC સાંસદ પર કાર્યવાહી
અત્રે જણાવવાનું કે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ  રૂપિયાના બદલામાં સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો. તેમના આરોપ હતા કે મોઈત્રાએ ઉદ્યોગપતિ અદાણી પર સવાલ પૂછવા માટે લાંચ લીધી હતી. આ મામલે કારોબારી દર્શન હીરાનંદાનીએ પણ સોગંદનામું આપ્યું હતું કે મોઈત્રાએ અદાણીને નિશાન બનાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube