નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં બે વોટર આઈડી કાર્ડ રાખવા અંગેની ફરિયાદ થઈ છે. આપ પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ ગૌતમ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેની પાસે બે વોટર આઈડી કાર્ડ છે. કોર્ટે આદિશી માર્લેના સાથે જોડાયેલી વધુ માહિતી દસ્તાવેજ સોંપવા જણાવ્યું છે. કોર્ટે ફરિયાદને પુછ્યું છે કે, તમે કયા આધારે આ અરજી કરી છે? કોર્ટે તમામ આધાર-પુરાવા સાથે 6 મેના રોજ ફરિયાદીને કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદીએ તપાસ માટે વિનંતી કરી
ગૌતમ ગંભીર પર કથિત રીતે બે વોટર આઈડી કાર્ડ રાખવાનો ગંભીર આરોપ લગાવાયો છે. આપ પાર્ટીના આતિશી માર્લેનાએ ફરિયાદ કરી છે કે, ગંભીરે જનપ્રતિનિધિત્વ કાયદાનું ઉલ્લંઘન કરીને એક કરતાં વધુ વિસ્તારમાં મતદાર તરીકે કથિત રીતે નોંધણી કરાવી છે. ફરિયાદમાં પોલીસને આ સમગ્ર કેસની તપાસ કરવા માટે અપીલ કરી છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


ફરિયાદમાં એવો આરોપ લગાવાયો છે કે, પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે બે જુદા-જુદા વિસ્તાર કરોલબાગ અને રાજેન્દ્રનગરમાં મતદાર તરીકે જાણીજોઈને અને ગેરકાયદે રીતે નોંધણી કરાવી છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....