નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીની 7 બેઠક પર 12 મેના રોજ મતદાન થશે. આ તમામ બેઠક પર આજે સાંચે પ્રચાર કાર્ય સમાપ્ત થઈ જશે. આ દરમિયાન પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને પૂર્વ દિલ્હીથી આપની બેઠક પર ચૂંટણી લડી રહેલી આતિશીને 'માનહાનિ'ની નોટિસ મોકલી છે અને તેમને માફી માગવા જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત એવી છે કે, આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી સામે કથિત રીતે 'વાંધાજનક' પેમ્ફ્લેટ વહેંચવામાં આવ્યા હતા અને આ પેમ્ફ્લેટ ગોતમ ગંભીર તરફથી દિલ્હીમાં વહેંચાયા હોવાનો આતિશીએ આરોપ લગાવ્યો હતો. ગૌતમ ગંભીરે ત્રણેને નોટિસ ફટકારતા કહ્યું છે કે, તેઓ તેની સામે લગાવેલા તમામ આરોપ પાછા ખેંચે અને કોઈ પણ શરત વગર માફી માગે. 


ગંભીરે ટ્વીટ કરીને લખ્યું કે, "હું જાહેરાત કરું છું કે જો આ સાબિત થઈ જાય છે કે મેં કર્યું છે તો હું તરત જ મારી ઉમેદવારી પાછી ખેંચી લઈશ. જો નહીં તો શું તમે રાજનીતિ છોડી દેશો? મને 'શરમ' છે કે તમે દિલ્હીના મુખ્યમંત્રી છો."


પ્રિયંકાએ પ્રથમ વખત મેનકા સામે કર્યો પ્રચાર, રોડ શો દરમિયાન આવ્યા સામ-સામે


આ અગાઉ આપ ઉમેદવાર આતિશીએ આરોપ લગાવ્યા હતા કે ભાજપે તેના વિસ્તારમાં તેની વિરુદ્ધ 'આપત્તિજનક અને અપમાનજનક' પેમ્ફ્લેટ વહેંચ્યા છે. તેણે આ પેમ્ફ્લેટ પણ પત્રકારો સમક્ષ વાંચી સંભળાવ્યું હતું અને આ વાંચતા તે રડી પડી હતી. 


ગંભીરે તેના પર લાગેલા આરોપોનો જવાબ આપતા ટ્વીટ કર્યું કે, "અરવિંદ કેજરીવાલ હું કોઈ મહિલા અને તે પણ મારી સહયોગીનું અપમાન કરવાના તમારા કૃત્યથી નફરત કરું છું. શ્રીમાન મુખ્યમંત્રી તમે ગંદા છો અને તમારા મગજને સાફ કરવા માટે કોઈ ઝાડુની જરૂર પડશે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....