નવી દિલ્હી : યુપીએનાં સમયમાં સકલ ઘરેલુ ઉત્પાદ (GDP) આંકડાઓ મુદ્દે થયેલા ધમાસાણ વચ્ચે મોદી સરકારને પણ મોટો ઝટકો લાગ્યો છે. નાણાકીય વર્ષ 2018-19નાં બીજા ત્રિમાસીક (જુલાઇ - સપ્ટેમ્બર)માં અર્થવ્યવસ્થાનાં વિકાસની સ્પીડ ઘટીને 7.1 ટકા થઇ ચુકી છે, જે પહેલા ત્રિમાસીકમાં 8.2 ટકા રહી હતી. જો કે એક વર્ષ પહેલા જ આ ત્રિમાસીકમાં આ આંકડો ઘટીને 6.3નાં તળીયા સુધી પહોંચી ગયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ડોલરની વિરુદ્ધ રૂપિયાનાં મુલ્યમાં આવેલ ઘટાડા અને ગ્રામીણ માંગમાં થયેલા ઘટાડાને માનવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2018-19નાં બીજા ત્રિમાસિકમાં સામાન્ય ઘટાડા છતા જીડીપીનો વૃદ્ધીદર ગત્ત નાણાકીય વર્ષની સમાન ત્રિમાસીકગાળાની તુલનાએ ઘણો સારો રહ્યો છે. સકલ મુલ્ય વર્ધન (GVA) પહેલા ત્રિમાસિકનાં 8 ટકાની તુલનાએ 6.9 ટકા રહ્યો. જીવીએ ઉત્પાદન કે પુરવઠ્ટાનાં પક્ષથી અર્થવ્યવસ્થાની તસ્વીર રજુ કરે છે, જ્યારે જીડીપી ગ્રાહકો અથવા માંગનો પક્ષ દેખાડે છે. 

ભારતીય સ્ટેટ બેંકનાં રિપોર્ટમાં વિકાસદર 7.5થી 7.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યો હતો. રોયટર્સનાં પોલમાં પણ નિષ્ણાંતોએ પહેલા ત્રિમાસીકની તુલના ઘટાડાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 

8 કોર સેક્ટર્સમાં સપ્ટેમ્બરની તુલનાએ વૃદ્ધી
કાચા તેલ, પ્રાકૃતિક ગેસ અને અન્ય ઉથ્પાદમાં ઘટાડાથી 8નાં માળખાગત ક્ષેત્રનાં ઉદ્યોગોનાં વૃદ્ધીદર ઓક્ટોબરમાં 4.8 ટકા રહ્યો. 8નાં માળખાગત ક્ષેત્રો કોલસો, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ, રિફાઇનટરી ઉત્પાદન, સ્ટીલ, સીમેન્ટ અને વિજ ક્ષેત્રની વૃદ્ધી દર એક વર્ષ પહેલા ઓક્ટોબરમાં 5 ટકા રહ્યો હતો, જ્યારે 2018માં સપ્ટેમ્બરમાં 4.3 ટકા રહ્યું હતું.

વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની તરફથી શુક્રવારે ઇશ્યું કરવાનાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબર મહીનામાં ખેતપેદાશોમાં 11.5 ટકા, કાચા તેલમાં 5 ટકા અને પ્રાકૃતિક ગેસનાં ઉત્પાદનમાં 0.9 ટકાનો ઘટાડો આવ્યો. બીજી તરફ કોલસા, સીમેન્ટ તથા વિજળી ઉત્પાદનમાં વૃદ્ધી થઇ.