Gehana Vasisth પૈસા આપીને Newcomers પાસે કરાવતી હતી પોર્ન વીડિયો શૂટ, ખાતામાંથી ઢગલો રૂપિયા મળ્યા
`ગંદી બાત` ફેમ અભિનેત્રી અને મોડલ ગેહના વશિષ્ઠ (Gehana Vasisth) ની મુંબઈ પોલીસે પોર્ન વીડિયો ( Pornography video) શૂટ કરવા અને તેને મોબાઈલ એપ પર અપલોડ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ગેહના વશિષ્ઠની પોલીસે શનિવારે ધરપકડ કરી હતી અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગહેના મુંબઈમાં વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને સંઘર્ષ કરી રહેલા કલાકારો પાસેથી અશ્લિલ ફિલ્મોમાં જબરદસ્તીથી કામ કરાવતી હતી.
નવી દિલ્હી: 'ગંદી બાત' ફેમ અભિનેત્રી અને મોડલ ગેહના વશિષ્ઠ (Gehana Vasisth) ની મુંબઈ પોલીસે પોર્ન વીડિયો ( Pornography video) શૂટ કરવા અને તેને મોબાઈલ એપ પર અપલોડ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ગેહના વશિષ્ઠની પોલીસે શનિવારે ધરપકડ કરી હતી અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગહેના મુંબઈમાં વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને સંઘર્ષ કરી રહેલા કલાકારો પાસેથી અશ્લિલ ફિલ્મોમાં જબરદસ્તીથી કામ કરાવતી હતી.
પોલીસનો ખુલાસો
80 જાહેરાત, 7 વેબસિરીઝ અને અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ગેહના (Gehana Vasisth) પર 85થી વધુ પોર્ન ફિલ્મોના શુટિંગ કર્યા બાદ પોતાની વેબસાઈટ પર અપલોડ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગેહના સ્ટ્રગ્લિંગ એક્ટર્સને પૈસાની લાલચ આપીને પોર્ન વીડિયો શૂટ કરાવતી હતી. એટલું જ નહીં તે આ એક્ટર્સને એક શૂટના બદલે 20 હજાર રૂપિયા આપતી હતી. પોલીસને શક છે કે ગેહનાના ત્રણ બેન્ક એકાઉન્ટમાં જમા 36 લાખ રૂપિયા પોર્ન વેબસાઈટને સબસ્ક્રાઈબ દ્વારા આવ્યા છે. આ વેબસાઈટ પર કન્ટેન્ટ લેવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડ છે. રિપોર્ટ્સનું માનીએ તો ગેહનાનું પોતાનું પ્રોડક્શન હાઉસ હતું. જ્યાં વેબસિરીઝ અને સીરિયલના નામ પર પોર્નોગ્રાફી વીડિયો બનાવવામાં આવતા હતા અને તેને અપલોડ કરવામાં આવતા હતા.
આ કેન્દ્રીય મંત્રીની પુત્રી કરશે Bollywood માં એન્ટ્રી, નામ જાણીને ચોંકી જશો
ગેહનાની સાથે બીજા પણ અનેક અટકાયતમાં
ગેહના વશિષ્ઠ કેસમાં પોલીસે કાર્યવાહી દરમિયાન 10 મહિલાઓ સહિત પાંચ લોકોની અટકાયત કરી છે. આ આરોપીઓ 10 ફેબ્રુઆરી સુધી પોલીસ અટકાયતમાં રહેશે. જેમા અભિનેત્રી ગેહના વશિષ્ઠ સહિત રોયા ખાન, ઉર્ફે યાસ્મીનને મુખ્ય આરોપી ગણાવવામાં આવી રહ્યા છે. પોલીસના એક અધિકારીએ જાણકારી આપી કે યાસ્મીન પોતે પહેલા ફિલ્મો અને સીરિયલમાં નાના રોલ કરી ચૂકી છે. તેની પાસે તે છોકરીઓની યાદી મળી જે બોલીવુડમાં કામ કરવા માંગે છે.
'Gandii Baat' ફેમ અભિનેત્રીની ધરપકડ, પોર્ન Video બનાવીને અપલોડ કરવાનો આરોપ
ગેહનાનું અસલ નામ
અત્રે જણાવવાનું કે અભિનેત્રી ગેહના વશિષ્ઠનું અસલ નામ વંદના તિવારી છે. તેનો જન્મ છત્તીસગઢના ચિમરી ગામમાં થયો હતો. ગેહનાને શરૂઆતથી જ મોડલિંગ અને અભિનયમાં રૂચિ હતી. તેણે વર્ષ 2012માં મિસ એશિયા બિકિનીનો ખિતાબ પણ જીત્યો હતો. ગેહનાએ અનેક એડ ફિલ્મોની સાથે સાથે બોલીવુડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ પોલીસને ખબર મળી હતી કે એક ગેંગ ફિલ્મોમાં કામ કરવા માટે ફ્રેશ ચહેરાની શોધમાં જાહેરાત બહાર પાડી રહી છે. જો કે ચહેરા મળ્યા બાદ તેમની પાસેથી પોર્ન વીડિયો ( Pornography video) શૂટ કરાવવામાં આવતા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube