નવી દિલ્હી : ભારત પાક વચ્ચેની તણાવભરી સ્થિતિ જોતાં આગામી લોકસભાની ચૂંટણી પાછી ઠેલાવાની શક્યતાઓ વચ્ચે ચૂંટણી પંચે આજે મહત્વનું નિવેદન આપ્યું છે. લોકસભા ચૂંટણી સમયસર જ થશે એવું નિવેદન આપતાં ચૂંટણી પંચ નિયત સમયે ચૂંટણીઓ યોજવા માટે કટીબધ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચૂંટણી પંચના નિવેદનને પગલે એવું બહાર આવી રહ્યું છે આગામી સપ્તાહમાં ચૂંટણી જાહેર થાય એવી શક્યતાઓ વધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે આજે મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી નિયત સમયે જ થશે. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિની ચૂંટણી પર કોઇ અસર નહીં થાય અને ચૂંટણી સમય મર્યાદામાં જ પૂર્ણ કરાશે. દિલ્હી સ્થિત અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી આ અંગે જણાવે છે કે, ચૂંટણી પંચે ચૂંટણી સમય મર્યાદામાં યોજવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સાથોસાથ ગત વખતે નવ તબક્કામાં યોજાયેલી ચૂંટણી આ વખતે છ તબક્કામાં યોજાય એવી શક્યતાઓ છે. આગામી સપ્તાહમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી તારીખોની વિધિવત જાહેરાત કરાઇ શકે છે.


જુઓ LIVE TV