જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો સૌથી પહેલા તમે એ ચેક કરો છો કે પરીક્ષામાં શું શું આવી શકે છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સામાન્ય જ્ઞાન કોમન હોય છે. કોઈને કોઈ પ્રકારના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાતા રહે છે. આજે  અમે તમને અહીં કેટલાક જનરલ નોલેજ સંલગ્ન એવા સવાલો અને જવાબો વિશે જણાવીશું જે તમને સ્પર્ધા કે ઈન્ટરવ્યુંમાં પૂછાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ 1 : પાણીપૂરી બનાવવાની શરૂઆત કયા દેશમાં થઈ?
જવાબ: પાણીપૂરી બનાવવાની શરૂઆત ભારતમાં થઈ હતી. 


સવાલ 2: કયા છોડને ઘરમાં રાખવાથી સાપ આવતો નથી?
જવાબ: સર્પગંધીનો છોડ ઘરમાં રાખવાથી સાપ આવતો નથી. 


સવાલ 3: સોનાનું મંદિર ભારતના કયા શહેરમાં આવેલું છે?
જવાબ: સુવર્ણ મંદિર ભારતના અમૃતસર શહેરમાં આવેલું છે. 


સવાલ 4: પુષ્કર મેળો ભારતના કયા રાજ્યમાં લાગે છે?
જવાબ: પુષ્કર મેળો ભારતના રાજસ્થાનમાં લાગે છે. 


સવાલ 5: કૂતરો કયો રંગ જોઈને ગુસ્સે થઈ જાય છે?
જવાબ: કૂતરો કાળો રંગ જોઈને ગુસ્સે થાય છે. 


સવાલ 6 : કયા પાકના વાવેતર માટે બીજની જરૂર પડતી નથી?
જવાબ: શેરડીના વાવેતર માટે બીજની જરૂર પડતી નથી. 


સવાલ 7: કયા ઝાડના પાંદડાથી બીડી બનાવવામાં આવે છે?
જવાબ: બીડી બનાવવા માટે ટીમરુંના પાનનો ઉપયોગ થાય છે. 


સવાલ 8:  બેટી બચાઓ બેટી પઢાઓ યોજના કયાંથી શરૂ થઈ હતી?
જવાબ: બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હરિયાણાથી શરૂ થઈ હતી. 


સવાલ 9: પક્ષીઓના રાજા કોને કહે છે?
જવાબ: પક્ષીઓના રાજા બાજને કહેવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube