નવી દિલ્હી : નવા સેના પ્રમુખ એમએમ નરવણેએ ZEE NEWS સાથેની એક્સક્લુસીવ વાતચીતમાં કહ્યું કે, ભવિષ્યની રણનીતિ અંગે જણાવી શકાય નહી. સેના પ્રમુખે કહ્યું કે, સીમા પાર અનેક આતંકવાદી સંગઠન સક્રિય છે, પરંતુ સેના પડકારોને પહોંચી મળવા માટે હંમેશા તૈયારીઓ કરતા રહે છે. તેમણે કહ્યું કે, સીમા પર હંમેશા તણાવ રહે છે. અમે સીમા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. જનરલ નરવણેએ કહ્યું કે, પહેલા બે દિવસ નિશ્ચિત રીતે ખુબ જ સારા રહ્યા. અમારી સેના હંમેશા તૈયાર રહી અને પડકારોને પહોંચી વળે, તે અંગે અમે વધારે ફોકસ કર્યું છે. LoC પર તણાવ રહે છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન થાય છે, સીમા પાર આતંકવાદી કેમ્પ છે. તેઓ ભારતમાં ઘુસવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: પડોશી દેશમાં હિંદુઓ પર અત્યાચાર, PAK નહી પરંતુ સંસદ વિરૂદ્ધ બોલી રહી છે કોંગ્રેસ: મોદી
નરવણેએ કહ્યું કે, ભવિષ્યમાં શું કરીશું, તે અંગે હજી પણ કંઇ પણ નહી કહીએ. ભવિષ્યની રણનીતિ અંગે જણાવવામાં નથી આવતું. સેનામાં આધુનિકરણનાં સવાલ અંગે તેમણે કહ્યું કે, આધુનિકીકરણ જુની વાત છે, સરકાર ખુબ જ સારુ કામ કરી રહ્યા છે. અમારી બે બોર્ડર છે. ઉત્તર પૂર્વમાં 4000 કિલોમીટરની લાંબી બોર્ડર છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વધારવા પર ભારતીય સેનાનું જોર વધારે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube