પાકિસ્તાનના સેનાધ્યક્ષ બાજવાએ મને ગળે લગાવી કહ્યું અમે પણ શાંતી જાળવવા માંગીએ છે: નવજોત સિંહ સિદ્ધૂ
સિદ્ધૂએ કહ્યું: જેટલો પ્રેમ હું લઇને આવ્યો છું, તેનાથી 100 ગણો પ્રેમ પાછો લઇને જઇ રહ્યો છું
નવી દિલ્હી: પાકિસ્તાનના 22મા વડાપ્રધાનના રૂપમાં ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ નવજોત સિંહ સિદ્ધૂએ શનિવારના સમારોહ બાદ પાકિસ્તાનના સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવાએ મને ગળે લગાવીને કહ્યું હતું કે અમે પણ શાંતી જાળવા માંગીએ છે.
અહીં ક્લિક કરી વાંચો: પાકિસ્તાન જઈને એક પછી એક વિવાદમાં ફસાયા સિદ્ધુ, કોંગ્રેસ હેરાન-પરેશાન, VIDEO
પાકિસ્તાનની મુલાકતથી ઉત્સાહિત સિદ્ધૂએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાધ્યક્ષે આજે સવારે મને કહ્યું હતું કે, અમે લોકો ગુરૂનાનક દેવની 550મી જયંતીના દિવસ પર કરતાપુર માર્ગને ખુલ્લો મુકવાનો વિચાર કરી રહ્યા છે.
ઈમરાનના શપથગ્રહણમાં POKના રાષ્ટ્રપતિ સાથે બેઠા સિદ્ધુ, મોટો વિવાદ ઊભો થયો
મને આશા છે કે જો આપણે કે પગલું આગળ આવીશું તો અહીના લોકો બે પગલા આગળ આવશે. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ચલો એક બ્લુ સાગરમાં તરીએ અને લાલ મહાસાગરને છોડી દઇએ. આ મારું સ્વપન છે.
(ઇનપુટ એજન્સીથી)