નવી દિલ્હી઼ : વર્ષ 2011માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે સમયે પૂર્વ રક્ષા મંત્રી અને જનતા દળ યુનાઈટેડના નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝ સક્રિય રાજનીતિનો ભાગ રહ્યા હતા. તે સમયે દિલ્હીના કોસ્ટીટ્યુટશનલ ક્લબમાં થયેલ કાર્યક્રમમાં પહોંચેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ દિવાલ પર લાગેલી સોનિયા ગાંધીની તસવીર જોઈને ભડકી ગયા હતા. તેઓ એટલી હદે ભડક્યા કે, નહેરુ ખાનદાને લૂટેરું ગણાવ્યા હતા. મીડિયા રિપોર્ટસ મુજબ, તે સમયે જ્યોર્જ ફર્નાન્ડીઝે કહ્યું કે, મને લાગે છે કે, કોઈ ગુલામે આ કામ કર્યું છે. શું આ લોકોએ દેશને ખરીદી લીધો છે. શું નહેરુ ખાનદાન, શું ખાનદાન છે, લૂંટપાટવાળો... આ તસવીરને અહીંથી હટાવી લેવી જોઈએ. કયા આધાર પર આ તસવીર અહી લગાવવામાં આવી છે. તે ગોરી છે એટલા માટે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરત હટાવાઈ તસવીર
પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનો ગુસ્સો જોઈને ત્યાં હાજર કાર્યકર્તાઓ એક્શનમાં આવી ગયા હતા અને તત્કાલીન રૂપથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની દિવાલ પર ટીંગાડેલી તસવીર હટાવી દીધી હતી. વાજપેયી સરકારમાં રક્ષા મંત્રી રહેલા જ્યોર્જ કોંગ્રેસ સરકારના કટ્ટર આલોચક રહ્યા હતા.


મિસાઈલ ખરીદીમાં થઈ હતી એફઆઈઆર
ઓક્ટોબર 2006માં જ્યોર્જ ફર્નાન્ડીઝની વિરુદ્ધ મિસાઈલ ખરીદીની કથિત દલાલી મામલે તેમના પર એફઆઈઆર થઈ હતી. તે સમયે તેઓએ સીધો આરોપ સોનિયા ગાંધી પર લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો કોઈ પણ તપાસ એન્જસી પાસે તેમની વિરુદ્ધ પુરાવા છે, તો તેમની ધરપકડ કરી લે. જ્યોર્જ 1967થી 2004 સુધી નવ લોકસભા ઈલેક્શન જીત્યા હતા.