પાકિસ્તાનથી ઉડેલું પ્લેન ઉત્તર ગુજરાતમાં ઘુસ્યું,એરફોર્સની કડક કાર્યવાહી
ભારતીય વાયુસેનાના ફાઇટર જેટે વિમાનને પાકિસ્તાનની વાયુસીમાથી આવેલા એન્ટોનોવા એએન12 નામનાં કાર્ગો જહાજને જયપુર એરપોર્ટ પર ઉતાર્યું હતું
જયપુર : જયપુરથી મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. પાકિસ્તાનથી પરત ફરી રહેલ જ્યોર્જિયાની ફ્લાઇટને જયપુર એપોર્ટ પર ભારતીય વાયુસેનાએ હવાઇ માર્ગ નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ જયપુર એરપોર્ટ પર પરાણે લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. એએનઆઇનાં ટ્વીટ અનુસાર સરકારનાં સુત્રોએ જણાવ્યું કે, ભારતીય વાયુસેનાએ ફાઇટર જેટ વિમાને પાકિસ્તાનની વાયુસીમાથી આવનારા એન્ટોનોવ એનએન-12 નામના મોટા માલવાહન જહાજને જયપુર એરપોર્ટ પર ઉતરવા માટે આદેશ આપ્યા હતા. હાલ વિમાનનાં પાયલોટની પુછપરછ કરવામાં આવી રહી છે.
ચોકીદાર ચોર હે મુદ્દે સુપ્રીમ રાહુલને દેશની જનતાની માફી માંગવા આદેશ આપે: લેખી
મળતી માહિતી અનુસાર શુક્રવારે બપોરે જ્યોર્જિયાની ફ્લાઇટને કરાચીથી દિલ્હી તરફ જવાનું હતું. પરંતુ તેણે નિર્ધારિત વાયુમાર્ગના બદલે ભારતીય વાયુસીમામાં અનિર્ધારિત ઉત્તરગુજરાતની સીમામાં પ્રવેશ કર્યો. ભારતીય વાયુસીમામાં દાખલ થયા બાદ તેની માહિતી એરફોર્સને મળી હતી. ત્યાર બાદ ભારતીય વાયુસેના એર ડિફેન્સ એરક્રાફ્ટે જયપુર એરપોર્ટ પર જ્યોર્જિયાની ફ્લાઇને ત્યાં ઉતરવા માટે મજબુર કર્યું હતું.
સુત્રો અનુસાર જે રીતે રડાર પર એબેઝને આ વિમાનનાં લોકેશનની માહિતી મળી. ત્યાર બાદ ભારતીય વાયુસેનાનાં બે ફાઇટર પ્લેન એસયૂ-30 એમકેઆઇ ને તેની પાછળ સક્રિય કરી દેવામાં આવ્યા. જો કે જયપુરનાં 60 કિલોમીટર પહેલા તેણે ઉતરવાનું શરૂ કરી દીધું અને જયપુરનાં એરપોર્ટ પર લેન્ડ થયું હતું. સુત્રો અનુસાર આ માલવાહક વિમાનને યુક્રેન એન્જિન નિર્માતા કંપની મોટર સીચને લીઝ પર આપેલું છે.
બીજી તરફ પીઆઇબીએ આ મુદ્દે માહિતી આપતા એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેના અનુસાર શુક્રવારે બપોરે 03.15 એક અજાણ્યા વિમાને ભારતીય વાયુસીમામાં ઉતર ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. જો કે આ વિમાને નિર્ધારિત માર્ગનું પાલન નહોતુ કર્યું. તે ઉપરાંત ભારતીય અધિકારીઓનાં પ્રયાસ છતા તેણે રેડિયો કોલ્સનાં જવાબ પણ નહોતા આપ્યા.
યુપીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવા પાછળ છે આ રહસ્ય, જ્યોતિરાદિત્યનો ખુલાસો
સુત્રો અનુસાર પ્લેને હવાઇ માર્ગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેની માહિતી મળ્યા બાદ વાયુસેનાનું ફાઇટર પ્લેને તેને જયપુરમાં લેન્ડિંગ કરાવવા માટે મજબુર કર્યું હતું. માહિતી મળ્યા બાદ પોલીસનાં અધિકારી એરપોર્ટ પર પહોંચી શકે છે. એરપોર્ટ પર રહેલા સીઆઇએસએફનાં અધિકારીઓ હાલ પાયલોટની પુછપરછ કરી રહ્યા છે.