નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના અત્યાર સુદી 1029 કેસ સામે આવી ચુક્યા છે. તો આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. રવિવારે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 4 ઇન્દોર અને 1 ઉજ્જૈનથી છે. ઇન્દોરમાં સંક્રમિત મળેલા ચારેય દર્દી પુરૂષ છે, અને તેની ઉંમર 40 વર્ષ, 48 વર્ષ, 38 વર્ષ અને 21 વર્ષ છે. ઉજ્જૈનમાં 17 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો ગુજરાતમાં કોરોના પીડિતોની સંખ્યા 54 કેસ સામે આવ્યા છે અને 4 લોકોના મોત થયા છે. પરંતુ આ આંકડો  covid19india.org વેબસાઇટ અનુસાર છે. સરકારના આંકડામાં તમામ સંક્રમિતોની સંખ્યા 918 છે, જેમાં 819 એક્ટિવ દર્દી છે. શનિવારે કોરોના વાયરસના નવા 179 કેસ સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આ દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા શુક્રવારે 151 નવા કેસ સામે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 30 કેસ આવ્યા સામે
શનિવારે મહારાષ્ટ્રમાં 30, કર્ણાટકમાં 17, ઉત્તર પ્રદેશમાં 16, જમ્મૂ-કાશ્મીરમાં 13, દિલ્હીમાં 9, તેલંગણા અને ગુજરાતમાં 8-8, કેરલમાં 6, મધ્યપ્રદેશમાં 5, રાજસ્થાન-તમિલનાડુમાં 4-4, અંડમાન નિકોબાર અને બંગાળમાં 3-3, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં એક-એક કેસ સામે આવ્યા છે. તો દેશમાં 3 લોકોના મોત થયા અને 25 લોકો સ્વસ્થ થયા છે. 


આજે પીએમ નરેન્દ્ર મોદી 63મી વાર કરશે મન કી બાત, કોવિડ-19 પર રહેશે ફોકસ


ઇટાલીમાં 10 હજારથી વધુ મોત
ઇટાલીમાં કોરોનાથી મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચી ગયો છે. કોરોનાનો જે પ્રકોપ ઇટાલીમાં જોવા મળ્યો છે, તે વિશ્વના અન્ય દેશમાં જોવા મળ્યો નથી. ત્યાં સુધી કે જે ચીનના વુહાન શહેરથી આ મહામારી ફેલાઇ ત્યાં પણ મોતનો આંકડો 3177 જ છે. 


ભારતને આર્થિક મદદ કરશે અમેરિકા
અમેરિકાએ ભારત સહિત કોરોના વાયરસ સામે લડી રહેલા 64 દેશોને 274 મિલિયન અમેરિકી ડોલરની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ આર્થિક મદદમાં અમેરિકા ભારતને 29 લાખ (આશરે 22 કરોડ રૂપિયા) અમેરિકી ડોલરની મદદ કરશે. વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાયરસથી આ સમયે અમેરિકા સહિત 64 દેશો એવા છે, જે હાઈ રિસ્ક પર છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...