જયેશ જોષી, અમદાવાદઃ જિંદગીના કયા વળાંક પર તમારે કોર્ટ-કચેરીના ચક્કર કાપવા પડે તે કહેવું મુશ્કેલ છે. મોટાભાગના લોકો પોલીસ સ્ટેશન કે કોર્ટ-કચેરીના ચક્કરમાંથી બચવા માગે છે. પરંતુ અનેક પ્રકારના મામલામાં તમારે કાયદાકીય સલાહની જરૂરિયાત હોય છે. એવામાં NALSA એટલે રાષ્ટ્રીય કાયદાકીય સેવા પ્રાધિકરણની એક ખાસ એપ તમારી મદદ કરશે. જેના પર તમને ઘરે બેઠા કાયદાકીય સલાહ મળશે અને તે પણ બિલકુલ મફત. તમે ગણતરીની સેકંડમાં પોતાના ફોન પર લીગલ એડ એપ દ્વારા દેશના કોઈપણ ગામ કે શહેરથી કાયદાકીય સહાયતા માટે અરજી કરી શકો છો. જી, હા નાલસા તરફથી લોન્ચ કરવામાં આવેલ લીગલ એડ સર્વિસ એપ તમારા કામમાં આવશે. ચીફ જસ્ટિસ એનવી રમણે આ એપને લોન્ચ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપમાં હશે આ તમામ સુવિધાઓ:
1. લીગલ એડ એપની મદદથી તરત અને સુનિશ્વિત કાયદાકીય સેવા મળી રહેશે
2. એપના માધ્યમથી લાભાર્થી કાયદાકીય સહાયતા માટે એપ્લાય કરી શકે છે.
3. તમે એપ્લિકેશન ટ્રેક કરી શકે છે અને ક્લેરિફિકેશન વગેરે લઈ શકે છે.
4. આ એપમાં તમે પોતાની પર્સનલ ડિટેઈલ્સ, ફાઈલ્ડ એપ્લિકેશન ડિટેઈલ્સ, કેસ ડિટેઈલ્સ કે ડાયરી નંબરના માધ્યમથી એપ્લિકેશન ટ્રેક કરી શકે છે.


આ પણ વાંચોઃ ભારતમાં એકમાત્ર જિલ્લામાં 15મી ઓગસ્ટે દિવસે નહીં પરંતુ મદ્યરાત્રે ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ 


કેવી રીતે કરશો એપ્લાય:
1. આ એપને પ્લે સ્ટોરથી પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી લો.
2. ઓપન કર્યા પછી તમને પૂછવામાં આવશે કે તમે કયા કામ માટે એપ્લાય કરવા ઈચ્છો છો.
3. તમારે નાલસા, હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી, સુપ્રીમ કોર્ટ લીગલ કમિટી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી પસંદ કરવાનું રહેશે.
4. તેના પછી જે બેઝિક ડિટેઈલ્સ છે તે ભરવાની રહેશે.
5. પછી કેસ અને ઓપોઝિટ પાર્ટીની ડિટેઈલ્સ પણ ભરવાની રહેશે.


ટૂંક સમયમાં સ્થાનિક ભાષામાં કરી શકશો અરજી:
દેશની 3000થી વધારે ઓર્ગેનાઈઝેશન સાથે આ એપ જોડાયેલી છે. જોકે આ એપ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. પરંતુ ટૂંક સમયમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. આ IOS ઓપરેટિંગ ફોનમાં પણ ચાલી શકશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બે મહિનામાં તે સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ થઈ જશે.


આ પણ વાંચોઃ Independence Day: આતંકી હુમલાની આશંકા વચ્ચે દિલ્હીથી લઈને કાશ્મીર સુધી હાઈ એલર્ટ


વળતર માટે જાતે કરી શકશો અરજી:
જો તમારે કોઈ વળતર માટે અરજી આપવાની હોય છે તો ઓફિસની અંદર ચક્કર કાપવા પડે છે. પરંતુ લીગલ એડ એપમાં પીડિત વળતર માટે જાતે અરજી કરી શકે છે. તેના માટે FIR અને અન્ય જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે. જો તમારી કોઈ ક્વેરી છે તો 15100 પર ડાયલ કરીને રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર પર સીધી વાત પણ કરી શકો છો. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્તરે પણ લીગલ ઓથોરિટીના નોટિફિકેશન તેના પર ઉપલબ્ધ રહેશે. દેશની દરેક પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશનમાં આ એપ વિશે બિલબોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવશે. જેથી કોઈપણ આ સેવાનો સરળતાથી ફાયદો લઈ શકાય.


કોર્ટ કચેરીની નાસભાગથી બચાવી શકશે:
દરેક પ્રકારની જાણકારી તમને મોબાઈલ ફોનના માધ્યમથી મળી રહી છે તો તેમાં કોઈ ખચકાટ, ઉતાવળ કે નાસભાગ નહીં થાય. અનેક નાની-મોટી સમસ્યાઓ અને સવાલોના જવાબ તો આ એપની મદદથી ઘરે બેઠા મેળવી શકશો. જસ્ટિસ એનવી રમણે જણાવ્યું છે કે આ મોબાઈલ એપ દ્વારા કરોડો ફરિયાદ કરનારાઓ સુધી આ સેવાને પહોંચાડવી દેશની ન્યાયિક સેવા યાત્રામાં એક માઈલ સ્ટોન સાબિત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube