ગર્લફ્રેન્ડના લગ્ન નક્કી થઈ જતા નાખુશ પ્રેમીએ પહેલા હોટલમાં બોલાવી અને પછી.....
UP News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક સનકી પ્રેમીએ ગર્લફ્રેન્ડનું બીજી યુવક સાથે લગ્ન નક્કી થતા યુવતીને ડાસનાની હોટલમાં બોલાવીને હત્યા કરી નાખી અને રફુચક્કર થઈ ગયો. આ મૃતક યુવતીના 22 દિવસ બાદ લગ્ન થવાના હતા. રવિવારે સવારે આરોપીએ પોતે જ યુવતીના ભાઈને ફોન કરીને માહિતી આપતા સમગ્ર વિગતો સામે આવી હતી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક સનકી પ્રેમીએ ગર્લફ્રેન્ડનું બીજી યુવક સાથે લગ્ન નક્કી થતા યુવતીને ડાસનાની હોટલમાં બોલાવીને હત્યા કરી નાખી અને રફુચક્કર થઈ ગયો. આ મૃતક યુવતીના 22 દિવસ બાદ લગ્ન થવાના હતા. રવિવારે સવારે આરોપીએ પોતે જ યુવતીના ભાઈને ફોન કરીને માહિતી આપતા સમગ્ર વિગતો સામે આવી હતી. વેવ સિટી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યાં મુજબ હાપુડના ધૌલાના મથક હદના ગામમાં રહેતી 23 વર્ષની શહજાદી અને મસૂરીના કલ્લૂગઢીનો રહીશ 35 વર્ષનો અઝહરુદ્દીન 20 ઓક્ટોબરના રોજ ડાસના સ્થિત અનંત હોટલમાં રોકાવવા માટે આવ્યા હતા. રવિવારે વહેલી સવારે યુવતીની હત્યા કરીને અઝહરુદ્દીન ભાગી ગયો અને યુવતીના ભાઈને પોતે જ ફોન કરીને હોટલના રૂમમાં યુવતીની લાશ હોવાની સૂચના આપી હતી.
પરિવાર હોટલમાં પહોંચ્યો તો યુવતી મૃત અવસ્થામાં મળી. હત્યાની સૂચના મળતા વેવ સિટી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો. યુવતીના ભાઈની ફરિયાદના આધારે વેવ સિટી પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને આરોપી અઝહરુદ્દીનની શોધ શરૂ કરી દીધી છે.
લિવ ઈનમાં રહેતા હતા બંને?
પોલીસના જણાવ્યાં મુજબ અઝહરુદ્દીન પરિણીત છે. લગભગ ચાર વર્ષ પહેલા તે હાપુડ નિપાસી યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અઝહરુદ્દીને ત્યાર પછી પત્ની અને બાળકોને તરછોડ્યા હતા. એવું કહેવાય છે કે અઝહરુદ્દીન અને યુવતી અગાઉ લિવ ઈનમાં પણ રહી ચૂક્યા છે. પરિજનોએ પોલીસને જણાવ્યું કે યુવતીના લગ્ન દિલ્હીના એક યુવક સાથે નક્કી થયા હતા અને 14મી નવેમ્બરે લગ્ન થવાના હતા.
યુવતી 20 ઓક્ટોબરના રોજ મિત્રને મળવાનું કહીને ઘરેથી નીકળી હતી પરંતુ પાછી ન ફરી. રવિવારે વહેલી સવારે અઝહરુદ્દીને ફોન કરીને જણાવ્યું કે 'બધુ થતમ થઈ ગયું છે'. શહજાદીની લાશ અનંત હોટલના રૂમમાં પડી છે. લાશને લઈ જજો. પરિજનો હોટલ પહોંચ્યા તો ઘટનાની જાણ થઈ હતી.
પોલીસનું આ મામલે કહેવું છે કે યુવતીના નાકમાંથી ફીણ નીકળતું હતું. આવું બે પરિસ્થિતિમાં થતું હોય છે. કાં તો મોઢું દબાવીને હત્યા કરાઈ હોય અથવા તો ઝેર આપવામાં આવ્યું હોય. અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે અને ત્યારબાદ આગળ કાર્યવાહી કરાશે. અઝહરુદ્દીનનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ તે માદક પદાર્થોની તસ્કરી અને લૂટ સહિત અન્ય કેસમાં પણ સંડોવાયેલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
પોલીસે એમ પણ કહ્યું કે અઝહરુદ્દીન સાથેના સંબંધ અંગે યુવતીના પરિવારને પણ ખબર હતી. એટલું જ નહીં અઝહરુદ્દીને ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે પોતાનો ફોટો પણ મૂક્યો હતો. કહેવાય છે કે યુવતીના લગ્ન નક્કી થતા તેને ગમ્યુ ન હતું. જ્યારે યુવતી લગ્નને લઈને ખુબ ઉત્સાહિત હતી. એવી આશંકા છે કે અઝહરુદ્દીને છેલ્લીવાર મળવાના બહાને યુવતીને હોટલમાં બોલાવી અને તેની હત્યા કરી નાખી.