ઢાબા પર જઈને તંદૂરી રોટી ખાવાનો બહુ ચટકો હોય તો...આ Video જોઈ લો એકવાર
મીડિયા રિપોર્ટ્સ મુજબ સમગ્ર મામલો ગાઝિયાબાદના પોલીસ મથક સિહાનીગેટ વિસ્તારના રાકેશ માર્ગ સ્થિત એક ચિકન પોઈન્ટનો કહેવાઈ રહ્યો છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક એવો વીડિયો વાયરલ થયો કે ખાવાના શોખીનો હચમચી ગયા. જેમાં એક વ્યક્તિ થૂંકીને રોટી અને નાન બનાવી રહ્યો છે. વ્યક્તિનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વાયરલ વીડિયો ગાઝિયાબાદના સિહાનીગેટ વિસ્તારના એક ચિકન કોર્નરનો હોવાનું કહેવાય છે. વીડિયો સામે આવ્યા બાદ પ્રશાસન એક્શનમાં આવી ગયું. વ્યક્તિનો થૂંક લગાવીને ખાવાનું બનાવવાનો વીડિયો જોઈને લોકોમાં ખુબ આક્રોશ છે. પોલીસ પણ આ મામલાની ગંભીરતા જોતા એક્શન મોડમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે.
શું છે આ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં વ્યક્તિ તંદૂરી રોટી બનાવી રહ્યો છે. રોટી બનાવતી વખતે તે રોટી પર થૂંકતો જોવા મળી રહ્યો છે અને પછી તે રોટી ભટ્ટીમાં પકવવા માટે નાખે છે. રેસ્ટોરામાં આ સિવાય પણ અન્ય લોકો જોવા મળી રહ્યા છે. પરંતુ કોઈનું ધ્યાન આ વ્યક્તિ પર જતું નથી. રેસ્ટોરાની બહારની તરફથી કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે.
Aryan Khan એ જેલમાં NCB ચીફને આપ્યું આ વચન, જાણીને શાહરૂખ ખાનને ચોક્કસપણે થશે ગર્વ
અગાઉ પણ થયેલા છે વીડિયો વાયરલ
અત્રે જણાવવાનું કે આ કોઈ પહેલો મામલો નથી. આ અગાઉ મેરઠમાં પણ એક લગ્નમાં થૂંક લગાવીને રોટી પકવવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે વીડિયો વાયરલ થયા બાદ આરોપી નૌશાદની ધરપકડ કરી હતી. નૌશાદ પર યુપી પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવ્યો હતો. આ ઉપરાંત આ વર્ષે માર્ચમાં એક સગાઈ કાર્યક્રમમાં પણ થૂંક લગાવીને રોટી બનાવવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં મોહસિન નામના યુવકની ધરપકડ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube