Zomato માંથી ઓર્ડર કર્યો વેજ રોલ, 5 મિનિટમાં એકાઉન્ટમાંથી ઉડી ગયા 91 હજાર
દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદમાં એન્જીનિયરિંગના વિદ્યાર્થીને ઝોમેટો પર વેજ રોલ અને એક રૂમાલી રોટી ઓર્ડર કરવાની કિંમત 91 હજાર રૂપિયા ચૂકવવી પડી હતી. એક ફોન કોલે આ વિદ્યાર્થીને વાત કરતાં એકાઉન્ટમાંથી આ રકમ ઉડાવી લીધી હતી. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
નવી દિલ્હી: દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદમાં એન્જીનિયરિંગના વિદ્યાર્થીને ઝોમેટો (Zomato) પર વેજ રોલ અને એક રૂમાલી રોટી ઓર્ડર કરવાની કિંમત 91 હજાર રૂપિયા ચૂકવવી પડી હતી. એક ફોન કોલે આ વિદ્યાર્થીને વાત કરતાં એકાઉન્ટમાંથી આ રકમ ઉડાવી લીધી હતી. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
રામપ્રસ્થ કોલોનીમાં રહેનાર સિદ્ધાર્થના પિતા સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ છે અને માતા ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર છે. સિદ્ધાર્થ પોતે એન્જીનિયરિંગના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. ઝોમેટો (Zomato)નું કેશ પરત મેળવવા નામે કોઇએ સિદ્ધાર્થ બંસલના 91 હજાર 196 રૂપિયા ઉપાડી લીધા હતા. આ દરમિયાન કુલ 7 ટ્રાંજેક્શ્ન થયા. જ્યાં સુધી ફોન પર આવ્યા મેસેજને જુએ ત્યાં સુધી તો મોડું થઇ ગયું હતું.
ઝોમેટો પર લાગ્યો છે દંડ
તમને જણાવી દઇએ કે કન્ઝ્યુમર કોર્ટે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને એક હોટલ પર શાકાહારી વ્યંજનની જગ્યાએ માંસાહરી વ્યંજન આપતાં 55 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર કન્ઝ્યુમર કોર્ટએ ઝોમેટોને 45 દિવસમાં પુણેના વકીલ ષણમુખ દેશમુખને દંડની રકમ આપવાનો નિર્ણય કર્યો હતો, જેમને એકવાર નહી પરંતુ બે વાર માંસાહરી વ્યંજન આપવામાં આવ્યા હતા.
વકીલે પનીર બટર મસાલા મંગાવ્યું હતું, પરંતુ તેમને બટર ચિકન મોકલવામાં આવ્યું હતું. જોકે બંને ગ્રેવીવાળા વ્યંજન હોય છે, તેમને ખબર ન પડી અને તેમણે તેને પનીર સમજીને ખાઇ લીધું હતું. ઝોમેટો (Zomato)ના અનુસાર વકીલે કંપની બદનામ કરવા માટે તેના વિરૂદ્ધ ફરિયાદ કરી, જ્યારે તેને તેમની રકમ પરત ન કરી.
ઝોમેટો (Zomato)એ કન્ઝ્યુમર ફોરમને જણાવ્યું કે ખામી તે હોટલની સાથે થઇ, જેને ખોટી વાનગી મોકલી, પરંતુ ફોરમે તેને સમાન દોષી ગણ્યા. હોટલે જોકે પોતાની ભૂલ સ્વિકારી લીધી. ઝોમેટો અને હોટલને સેવામાં ચૂક માટે 50 હજાર રૂપિયા અને માનસિક ત્રાસ માટે બાકીની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube