Ghaziabad Petrol Pump: ગાજિયાબાદના પોલીસમથક વિજય વિસ્તારમાં એનએચ 9 પર પડનાર પેટ્રોલપંપ પર મારઝૂડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના વિજયનગર વિસ્તારમાંમ બાયપાસ સ્થિત જય પેટ્રોલ પંપની છે. સોમવારે સાંજે પેટ્રોલ પંપ કર્મચારી અને ગ્રાહકો વચ્ચે મારામારી થઇ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. તસવીરોમાં તમે જોઇ શકો છો કે કયા પ્રકારે પેટ્રોલ પંપકર્મી એક મહિલા સાથે ધક્કામુકી કરી રહ્યા છે અને અન્ય લોકો પણ મહિલા સાથે ઝાડૂ વડે મારઝૂડ કરી રહ્યા છે. 


પેટ્રોલ પંપ પર થઇ મારઝૂડ
જાણકારી મળતાં પોલીસે જણાવ્યું કે મામલો સોમવાર સાંજનો છે, જ્યાં પેટ્રોલ પંપ જ સ્થિત સીએનજીનું મશીન હમણાં જ લાગ્યું છે. સીએનજી ભરાવવા માટે એક કાર આવીને ઉભી રહી. કાર ભૂલથી ઓટોવાળી લાઇનમાં લાગી ગઇ. તમને જણાવી દઇએ કે આ પેટ્રોલ પંપ પર એક તરફ ઓટો ગેસ ભરાવે છે અને બીજી તરફ કાર અને મોટી ગાડીઓ. કાર સવાર ભૂલથી ઓટોવાળી લાઇનમાં આવી ગયો. ત્યારબાદ કાર સવાર અને પેટ્રોલ કર્મીઓ વચ્ચે ચર્ચા થવા લાગી. ચર્ચા વધતાં મારઝૂડ સુધી મામલો પહોંચી ગયો અને બંને પક્ષો વચ્ચે મારઝૂડ થવા લાગી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube