નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વધુ પડતા એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર રજૂ કરતા ત્રિશંકુ વિધાનસભાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિમાં જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. બંન્ને રાષ્ટ્રીય પાર્ટીઓને અલગ-અલગ એક્ઝિટ પોલમાં અલગ-અલગ સ્થિતિમાં દેખાડવામાં આવી છે. કુલ પાંચ ચેનલોના એક્ઝિટ પોલમાં ત્રણમાં ભાજપ અને બેમાં કોંગ્રેસને લીડ મળતી દેખાઈ રહી છે. આ આંકડાઓના આધારે ઝી ન્યૂઝે જે મહા એક્ઝિટ પોલના આંકડાઓ જારી કર્યો છે તે પ્રમાણે તેમાં ભાજપને કોંગ્રેસ કરતા ચાર સીટો વધુ મળવાની આશા છે. તે પ્રમાણે ભાજપને 96 અને કોંગ્રેસને 92 સીટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ એક્ઝિટ પોલ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે અને ઈતિહાસની ખોટી રીતે વ્યાખ્યા કરી છે, તે રાજ્યના લોકોના સ્વભાવને અનૂકુળ નથી. 



TIMES NOW-VMR
ટાઇમ્સ નાઉ- વીએમઆર એક્ઝીટ પોલીસ અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. તેનાં અનુસાર કોંગ્રેસ 90-103 સીટો પ્રાપ્ત કરે તેવી શક્યતા છે. બીજી તરફ ભાજપ 80-93 સીટો સાથે બીજા નંબર પર રહેશે. જેડીએસને 31-39 અને અન્યને 2-4 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 


AAJTAK-AXIS
આજતક- એક્સિસનાં એક્ઝીટ પોલીસમાં કોંગ્રેસને બહુમતી મળવાની વાત કરવામાં આવી છે. તેનાં અનુસાર કોંગ્રેસને સૌથી વધારે 106-116 સીટો મળી શકે છે. ભાજપને 79-92 સીટો મળવાની શક્યતા છે. જ્યારે જેડીએસને 22-30 મત્ત મળવાની શક્યતા છે. 


ABP-C વોટર
એબીપી-સી વોટરનાં એક્ઝિટ પોલનાં અનુસાર કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. તેનાં અનુસાર ભાજપ 97-109 સીટો મેળવી શકે છે. કોંગ્રેસ 87-99 વચ્ચે રહેશે. જેડીએસ 21-30 સીટ વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ પ્રકારે આ ચેનલનાં અનુસાર ત્રિશંકુ વિધાનસભા થવાની શક્યા છે. જો કે આમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની રહ્યો છે. 


News X-CNX
ન્યૂઝ એક્સ-સીએનએખ્સનાં અનુસાર ભાજપ સૌથી વધારે સીટો પ્રાપ્ત કરશે. તેનાં અનુસાર ભાજપ 106 સીટો, કોંગ્રેસ 75, જેડીએસ 37 સીટો પર જ્યારે અન્ય 4 સીટો પર કબ્જો કરશે. 


Zee Exit Maha Poll
અલગ અલગ એઝન્સીઓનાં એક્ઝી પોલનાં આધારે ઝી એક્ઝીટ મહાપોલમાં ભાજપને સૌથી વધારે 96 સીટો, કોંગ્રેસને 92, જેડીએસને 31 અને અન્યને 3 સીટો મળવાનું અનુમાન છે. આ પ્રકારે ભાજપને કોંગ્રેસ કરતા ચાર સીટો વધારે મળશે. એવી સ્થિતીમા જો ભાજપ અને જેડીએસનું ગઠબંધ સરકાર બનાવે તો ભાજપની સત્તામાં વાપસી થશે.