Ghulam Nabi Azad Resigns from Congress: ગુલામ થયા કોંગ્રેસમાંથી `આઝાદ`, પાર્ટીની પ્રાથમિક સદસ્યતા સહિત તમામ પદેથી ધર્યું રાજીનામું
Ghulam Nabi Azad Resigns from Congress: તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ છે. જમ્મુ કાશ્મીરથી આવતા આ દિગ્ગજ નેતાના રાજીનામાથી આવનારા દિવસોમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ છે.
નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણતરી થાય છે તે ગુલામ નબી આઝાદે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ગુલામ નબી આઝાદે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી લઈને તમામ પદો પરથી રાજીનામું ધરી દીધુ. આઝાદે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનું રાજીનામું મોકલી આપ્યું છે.
ગુલામ નબી આઝાદી લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના જી-23 જૂથમાં પણ સામેલ હતા. જી-23 જૂથ કોંગ્રેસમાં સતત અનેક ફેરફારની માંગણી કરી રહ્યું છે. આ અગાઉ કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ પાર્ટી છોડી હતી. તેમને સપાએ રાજ્યસભા મોકલ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube