નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માંથી કલમ 370 અને 35 એ હટાવવાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કાશ્મીરીઓને મળવા માટે ગુરૂવારે શ્રીનગર રવાના થયા. અહીં એરપોર્ટ પર તંત્રએ સુરક્ષાનાં કારણોથી તેમને અટકાવી દીધા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની દ્રષ્ટીએ તંત્ર દ્વારા આ સુરક્ષા પગલું ઉઠાવાયું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન: પૂર્વ PM નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર ગુલામ નબી આઝાદને શ્રીનગર એરપોર્ટ પહોંચતા અટકાવીને કસ્ટડીમાં લઇ લેવાયા છે. અહીંથી તેમને પરત દિલ્હી મોકલવામાં આવીરહ્યા છે. તેમને બપોરે 3.30ની વિસ્તારાની ફ્લાઇટથી પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જમ્મુ કાશ્મીરનાં અલગતાવાદી વિચારધારાનાં તમામ નેતાઓને સરકારે નજર કેદ રાખેલા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતીમાં કોઇ પરિવર્તન આવે તેવું સરકાર ઇચ્છતી નથી અને શાંતિ જળવાઇ રહે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. 


આર્ટિકલ 370 મુદ્દે પાકિસ્તાનના વલણ પર રાજનાથનું નિવેદન, કહ્યું- ભગવાન આવા પાડોસી કોઇને ના આપે
અયોધ્યા કેસ Live: વકીલે સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપી કહ્યું- ‘જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ છે’
આ અગાઉ જમ્મુ કાશ્મીરમાંથી કલ 370 અને 35એ હટાવાયા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)  અજિત ડોવલ (Ajit Doval) દ્વારા શોપિયામાં નાગરિકો સાથે મુલાકાત અને બિરિયાની ખાવાનાં કારણે ગિન્નાયેલા કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ ગુરૂવારે સવારે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, પૈસાના જોરે તમે ગમે તેને તમારી સાથે લઇ શકો છો. આ કહ્યા બાદ તેઓ શ્રીનગર જવા માટે રવાના થયા હતા.