પટણા: કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરખામણી ઉત્તર કોરિયાના તાનાશાહી શાસક કિમ જોંગ ઉન સાથે કરી. શુક્રવારે  તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના રાજનૈતિક વિરોધીઓનું દમન કરવા માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જેવું કરે છે તે પ્રકારની ક્રુરતા પર ઉતરી આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે મમતા બેનર્જી સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગિરિરાજ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પાર્ટીના પ્રદેશ મુખ્યમથકમાં પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...