નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ  (Giriraj Singh) એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર નિશાન સાધ્યુ છે. ચૂંટણી પરિણામ બાદ બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને તેમણે મમતાની તુલના નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ  (Kim Jong-un) સાથે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા કિમ જોંગની યાદ અપાવે છે
ગિરિરાજ સિંહે કહ્યુ, બંગાળમાં ટીએમસીના વલણને કારણે પ્રશ્નચિન્હ લાગી ગયું છે કે ભારતમાં લોકતંત્ર રહેશે કે નહીં? દેશમાં પ્રથમ રાજ્ય છે જ્યાં સરકારના સંરક્ષણમાં રાજકીય હત્યાઓ થઈ રહી છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી આજે કિમ જોંગ ઉનની પાર્ટી બની ગઈ છે. 


ભારતના વિભાજન સમયે થઈ હતી આવી હિંસા, અમે જંગ માટે તૈયારઃ જેપી નડ્ડા  


PM Modi એ રાજ્યપાલ સાથે કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના રાજ્યપાલ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યુ કે, હિંસા અને હત્યાઓ બેરોકટોક જારી છે. તેમણે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube