નવી દિલ્હી/નવાદા: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહ ટિકિટ વહેંચણીમાં પાર્ટી દ્વારા સંસદીય ક્ષેત્ર બદલવાથી ઘણા નારાજ છે. નવાદાથી બેગુસરાય શિફ્ટ કરવા પર નારાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો ગુસ્સો ઓછો થતો જોવા મળી રહ્યો નથી. ટિકિટની જાહેરાતના થોડા દિવસ પછી પોતાની ચુપ્પીને તોડતા તેમણે આ વાતને તેમના સ્વાભિમાન સાથે જોડી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ભાજપનું નવું લિસ્ટ જાહેર, આ ઉમેદવારોને મળી ટિકિટ


ગિરિરાજ સિંહે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેમની નારાજગી પાર્ટીના પ્રદેશ નેતૃત્વથી છે ના કે કેન્દ્રીય નેતૃત્વથી. તેઓ જાણવા માગ છે કે તેમને કયા કારણોથી નવાદાથી બેગુસરાય શિફ્ટ કરવામાં આવ્યા છે.


મુંબઈની પ્રખ્યાત મેડિકલ કોલેજનું વિદ્યાર્થીનીઓ પર વિચિત્ર ફરમાન, ‘આવા કપડા ન પહેરો’


ભાજપના નેતાએ ચિરાગ પાસવાનને આ વાત માટે આભાર વ્યક્ત કર્યો કે, તેમણે નવાદા બેઠકને લઇને તેમની ભાવનાઓનો આદર કર્યો, પરંતુ તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાયથી ઘણા નારાજ છે.


દેશના અન્ય સમાચાર વંચવા માટે અહીં ક્લિક કરો...