નવી દિલ્હી : કોંગ્રેસ નેતા શશિ થરૂર દ્વારા વડાપ્રધાન મોદીના મુદ્દે અપાયેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહે તીખી પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જો શશિ થરુરે વડાપ્રધાન મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે, તે હિન્દુસ્તાન છે, પરંતુ પાકિસ્તાન હોય તો તેની જીભને ચુપ કરી દેવાઇ હોત. અત્રે ઉલ્લેખનીય છે કે, બેંગ્લુરૂના એક કાર્યક્રમમાં શશિ થરુરે એક અજાણ્યા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) કાર્યકર્તા અને પત્રકારોની વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. અહીં તેમણે આરએસએસ કાર્યકર્તાઓનાં હવાલાથી જણાવ્યું કે તેઓ વડાપ્રધાન મોદી માટે કેવા પ્રકારનાં શબ્દોનો પ્રયોગ કરી રહ્યા હતા. પોતાની વાત કહેતા શશિ થરુરે જે શબ્દોનો પ્રયોગ કર્યો તેને અમે આપણે હિંદીમા લખી પણ શકીએ નહી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ હિન્દુસ્તાન છે, જો પાકિસ્તાન હોત તો શતિ થરૂરની જીભને ચુપ કરાવી દેવાઇ હોત. તેમણે કહ્યું વડાપ્રધાનનું અપમાન નથી કર્યું પરંતુ કરોડો હિન્દુઓ અને ભગવાન શિવને અપમાનિત કર્યા છે. હું એટલું જ કહીશ કે હદની સીમા પાર કરી રહ્યા છે કોંગ્રેસીઓ હવે. 

અગાઉ કોંગ્રેસના સાંસદ શશિ થરૂર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માટે ખુબ જ વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કરવા અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસનાં ટોપનાં નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. પ્રસાદે કહ્યું કે, એક અન્ય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાને શિવભક્ત ગણાવે છે. બીજી તરફ તેમની પાર્ટીના એક નેતા ભગવાન શિવ અને શિવલિંગની પવિત્રતાનો નિરાદર કરતા રહે છે. તેઓ કોંગ્રેસ નેતા શિવલિંગ પર ચપ્પલથી આઘાત કરવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી આ નિવેદન પર માફી માંગવી જોઇએ. 

અગાઉ 15 ઓક્ટોબરે શશિ થરૂરે અયોધ્યાના રામ મંદિરના મુદ્દે એક નિવેદન આપ્યું હતું, ત્યાર બાદ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેમને નીચ આદમી પણ કહ્યા હતા. કોંગ્રેસ નેતા નેતાએ ધ હિંદૂ લિટ ફોર લાઇફ ડાયલોગ 2018માં કહ્યું હતું કે, કોઇ પણ સારો હિંદુ વિવાદિત સ્થાન પર રામ મંદિર નહી ઇચ્છે. હિંદૂ અયોધ્યાને રામનો જન્મ સ્થાન માને છે એટલા માટે સારો હિંદુ તોડી પડાયેલા હિંદુ પુજા સ્થળ પર રામ મંદિર નહી ઇચ્છે. થરૂરે આ નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વળતો પ્રહાર કર્યો છે. સ્વામીએ આ નિવેદન માટે થરૂરને નીચ આદમી પણ કહી દીધા હતા.