શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પુન:ગઠન એક્ટ 2019 ગત મધરાતથી લાગૂ થયા બાદ અસ્તિત્વમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ અને કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્વ મુર્મૂએ પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કર્યા હતા. જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ગીતા મિત્તલે તેમને શપથ અપાવી હતી. જમ્મૂ કાશ્મીર પુન:ગઠન એક્ટ 2019 હેઠળ જમ્મૂ કાશ્મીર રાજ્ય આજથી બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ અને કાશ્મીર તથા તથા લદ્દાખમાં વિભાજિત થઇ ગયું છે. આ કડીમાં આજે સવારે રાધા કૃષ્ણ માથુરે લદ્દાખના ઉપરાજ્યપાલના શપથ ગ્રહણ કર્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધા કૃષ્ણ માથુર લદ્દાખના પ્રથમ ઉપરાજ્યપાલ, ઉમંગ નરૂલા LG ના સલાહકાર બન્યા


આ સાથે જ સરદાર પટેલની જયંતિના દિવસે એટલે કે 31 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ વહિવટી રીતે કેન્દ્ર સરકારના આધીન આવી જશે. જમ્મૂ કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે અને લદ્દાખ વિધાનસભા વિનાનો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. આવો આ સંદર્ભમાં જણાવીએ કે જમ્મૂ કાશ્મીરમાં કયા 10 નવા ફેરફાર થશે.  

જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ, આ 10 નવા ફેરફાર થશે


- જમ્મૂ- કાશ્મીર 31 ઓક્ટોબરથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે
- જમ્મૂ કાશ્મીરમાં RPC ની જગ્યાએ IPC લાગૂ થશે
- જમ્મૂ કાશ્મીરમાં 106 નવા કાયદા લાગૂ થશે
- જમ્મૂ કાશ્મીરમાં 153 વિશેષ કાયદા ખતમ થઇ જશે
- ઉર્દૂની જગ્યાએ હિંદી, અંગ્રેજી સત્તાવાર ભાષા હશે
- જમ્મૂ કાશ્મીરમાં દિલ્હીની માફક વિધાનસભાની રચના થશે
- જમ્મૂ કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ લેફ્ટિનેંટ ગર્વનર હશે
- વિધાનસભામાંથી પાસ કરેલા બિલ પર અંતિમ નિર્ણય LG લેશે
- વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ 5 વર્ષનો હશે
- કાનૂન વ્યવસ્થાને જવાબદારી કેન્દ્ર સરકાર પાસે હશે