આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. હાલતા ને ચાલતા સોશિયલ મીડિયા પર અપલોડ  થયેલા વીડિયો જોત જોતામાં તો વાયરલ થઈ જતા હોય છે. રોજ એવા એવા વીડિયો વાયરલ થાય છે કે ક્યારેક હસી હસીને પેટ દૂખી જાય અને ક્યારેક ચોંકી પણ જવાય. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને જોઈને નવાઈ લાગે કે કોઈ રીલની ઘેલછામાં આવું પણ કરી શકે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં છોકરીઓ ચાલુ ટ્રેનમાં ડાન્સ કરતી જોવા મળે છે. ડાન્સ પણ પાછો કેવો...જે અશ્લીલ કેટેગરીમાં મૂકી શકાય. નવાઈની વાત એ છે કે આ વીડિયોમાં ટ્રેનમાં અન્ય મુસાફરો પણ જોવા મળી રહ્યા છે. એટલે કે મુસાફરોથી ખચોખચ ટ્રેનમાં આ વીડિયો બનાવવામાં આવ્યો હશે. વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં લોકો અનેક પ્રકારની કમેન્ટ્સ  કરી રહ્યા છે. છોકરીઓના આવા કોન્ફિડન્સ ઉપર પણ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. 


જુઓ Video



એક યૂઝરે તો કહ્યું કે ભાઈ મારાથી તો ટ્રેનમાં લોકોની સામે ખાવાનું પણ ખાઈ શકાતું નથી. કેટલાક લોકોએ આવા વીડિયો બદલ રેલવેને કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. જો કે આ વાયરલ થયેલા વીડિયોમાં તે ક્યાંનો છે કે અન્ય બીજી કોઈ માહિતી સામે આવી નથી. હાલ તો જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ ગયો છે જે લોકો માટે ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે.