Kerala Student Apology Letter: એક યુવતીએ બાથરૂમમાં એવી હરકત કરી કે તેણે પછી માફી માંગવી પડી. કેરળની એક એન્જિનિયરિંગ કોલેજમાં એક યુવતીનો ફોન વોર્ડન દ્વારા કથિત રીતે ન્હાતી વખતે સંગીત સાંભળવા બદલ જપ્ત કરી લીધો હતો. જો કે  ત્યારબાદ તેણે માફી માંગી લીધી પરંતુ તે પહેલા તો ઘણી બબાલ થઈ ચૂકી હતી. આ ઘટના અંગે એક યૂઝરે રેડિટ પર પોસ્ટ લખીને જણાવ્યું. અમલ જ્યોતિ કોલેજ ઓફ એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીએ પોતાનો ફોન પાછો મેળવવા માટે માફીપત્ર લખવું પડ્યું. રેડિટ યૂઝર @bheemanreghu એ માફીનામાની તસવીર અને લેટરને પકડેલી વિદ્યાર્થીનીની તસવીર પણ શેર કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાથરૂમમાં ન્હાતી વખતે સંગીત સાંભળતા બબાલ
છોકરીએ પત્રમાં લખ્યું કે હું ન્હાતી વખતે મારા ફોનમાં ગીતો સાંભળવા બદલ ઈમાનદારીથી માફી માંગુ છું અને ફરીથી આવું નહીં થાય. હું તમને મારો ફોન પાછો આપવાની ભલામણ કરું છું. કારણ કે મારી પાસે મહત્વપૂર્ણ કામ છે અને પ્રોજેક્ટને પૂરા કરવાના છે. આ લેટર ગત વર્ષ ઓક્ટોબરનો છે. રેડિટ પોસ્ટના કેપ્શનમાં કહ્યું કે સંગીત સાંભળવા માટે એક માફી પત્ર- અમલ જ્યોતિ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. પોસ્ટ નેટિજન્સને વિચારવા માટે મજબૂર કરે તેવી છે. અનેક લોકોએ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી. એક યૂઝરે તો એટલે સુદ્ધા લખી નાખ્યું કે આ તો તાનાશાહી છે. 


પોસ્ટ જોયા બાદ એક યૂઝરે લખ્યું કે આ તો બિલકુલ તાનાશાહી જેવું છે. શું કોઈ ન્હાતી વખતે મન ભરીને ગીતો પણ ગાઈ શકે નહીં. આ નાનકીડ વાતને આટલું મોટું સ્વરૂપ આપવાની જૂર નથી. આ હરકત માટે ફક્ત ચેતવણી પણ આપી શકાય તેમ હતી. એક અન્ય યૂઝરે લખ્યું કે ઓછામાં ઓછું તમે સંગીત સાંભળી રહ્યા હતા. તેમાં શું ખોટું હતું. મને તો રાતે 8 કે 9 વાગ્યાની આજુબાજુ શૌચાલય યૂઝ કરવા પર દંડ લાગ્યો હતો. કારણ કે તે ભણવાનો સમય હતો. એક અન્ય યૂઝરે લખ્યું કે છોકરીને પોતાનો ફોન જોઈતો હતો. આ કારણે તેણે પોતાની ભૂલ માનીને છૂટકારો મેળવ્યો હશે.