પ્રેમીએ દગો કર્યો તો પ્રેમિકાએ ખતરનાક રીતે લીધો બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પ્રેમી-પ્રેમિકા વચ્ચે થયેલા વિવાદમાં યુવતીએ પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો છે.
મુઝફ્ફરનગરઃ પ્રેમી-પ્રેમિકા વચ્ચે વિવાદના સમાચાર તો હંમેશા આવતા રહે છે. પ્રેમમાં છેતરપિંડી, દગો આપવો સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક એવી ઘટના બની છે જેની જેણે બધાને ચોંકાવી દીધા છે.
મુઝફ્ફરનગરમાં રસ્તા વચ્ચે એક ભયાનક ઘટના બની છે, જેમાં એક પ્રેમિકાએ પ્રેમી દ્વારા પ્રેમમાં દગો આપવાના ગુસ્સે આવીને તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો.
આ ઘટનાથી પ્રેમી ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે ઘાયલ પ્રેમીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે અને પ્રેમિકાની અટકાયત કરી છે. આ મામલો સિવિલ લાઈન પોલીસ મથકના રેલવે રોડ વિસ્તારનો છે. જ્યાં પ્રેમિકાએ પ્રેમીને છેલ્લે મળવા માટે બોલાવીને ગાડીમાં વાતચીત દરમિયાન તેના પર હુમલો કર્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
આ હુમલાના કારણે પ્રેમી લોહીલુહાણ થઈ ગયો. જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રેમિકાને અટકમાં લેતાં ઘાયલ પ્રેમીને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ઘટના તે પ્રેમી-પ્રેમિકા વચ્ચેના આઠ વર્ષથી ચાલી રહેલા સંબંધનું પરિણામ હતી. બંને એક જ ગામના રહેવાસી હતા અને ઘણા વર્ષોથી પ્રેમ સંબંધમાં હતા.
જો કે, તાજેતરમાં પ્રેમીએ બીજી એક છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી પ્રેમિકા નારાજ થઈ ગઈ. પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો. બંને ગાડીમાં બેઠા હતા અને વાતચીત કરી રહ્યાં હતા, પણ પછી પ્રેમિકાનો ગુસ્સો ફાટી નીકળ્યો. અચાનક તેણે પોતાને સાથે રાખેલા તીક્ષ્ણ હથિયાર વડે પ્રેમી પર હુમલો કર્યો. આ હુમલો એટલો ભયાનક હતો કે પ્રેમિકાએ કટર વડે પ્રેમીના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.