ઉડુપી: કર્ણાટકના ઉડુપીની બે કોલેજોમાં મુસ્લિમ યુવતીઓના ક્લાસમાં હિજાબ પહેરવાના મામલે વિરોધ ચાલુ છે. આ બધા વચ્ચે કેટલીક વિદ્યાર્થીનીઓએ શનિવારે ગળામાં ભગવો સ્કાર્ફ પહેરીને કોલેજમાં માર્ચ કરી. ઉડુપી જિલ્લાના કુંડાપુરના વીડિયોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કોલેજના ડ્રેસની સાથે ગળામાં ભગવો સ્કાર્ફ પહેરીને વિરોધ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનો નિર્ણય
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે રાજ્ય સરકારે નવી જાહેરાત કરતા જાણકારી આપી કે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મનો જ નિયમ લાગૂ હોવો જોઈએ. કર્ણાટક સરકારના શિક્ષણ વિભાગે કહ્યું કે તમામ સરકારી શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મ કોડનું પાલન થવું જોઈએ. જ્યારે ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ શાળા મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયેલા ડ્રેસનું પાલન કરવું જોઈએ. 


આ સાથે જ શાળાઓ અને કોલેજોમાં દેશની એક્તા, અખંડિતતા, સમાનતા અને જાહેર વ્યવસ્થાને ભંગ કરનારા કપડાંને પ્રતિબંધિત કરવામાં આવશે. સરકારે કર્ણાટક શિક્ષણ અધિનિયમ-1983 ના 133(2) ને લાગૂ કર્યો છે. જે હેઠળ શાળાઓમાં એક સમાન યુનિફોર્મ ફરજિયાતપણે પહેરવાનો રહેશે. 


PM મોદીના હૈદરાબાદ પ્રવાસ દરમિયાન રાજ્યના CM રહ્યા ગાયબ, BJP એ ગણાવ્યું અપમાન


પોલીસે સંભાળ્યા હાલાત
આ અગાઉ ભગવો સ્કાર્ફ પહેરીને આવેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કોલેજ જતી વખતે જય શ્રી રામના નારા પણ લગાવ્યા. આ સાથે કેટલાક અન્ય સંગઠનના લોકો પણ સામેલ હતા. બબાલ ન વધે એ માટે પોલીસ પણ સતર્ક હતી. તેમણે ભગવો સ્કાર્ફ પહેરેલા પ્રદર્શનકારીઓના સમૂહનો રોક્યો તો ભીડ નજીકના સ્થાનિક બજાર પહોંચી અને ત્યાં નારેબાજી થઈ. 


Viral Video: મંડપમાં દુલ્હનને જોઈ બેકાબૂ થયા દુલ્હેરાજા, કરી એવી હરકત...જો રસ્તા પર હોત તો માર ખાત


અન્ય એક જગ્યાએ પણ હિજાબ બેન
અત્રે જણાવવાનું કે ઉડુપીની એક અન્ય શૈક્ષણિક સંસ્થા ભંડારકર કોલેજમાં પણ મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કક્ષામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ વિરોધ વ્યક્ત કર્યો તો કોલેજ પ્રશાસને કહ્યું કે યુનિફોર્મમાં હિજાબ સામેલ નથી. આથી ક્લાસમાં તેને પહેરવાની મંજૂરી નહી. મુસ્લિમ વિદ્યાર્થીઓના આ વિરોધે દેશભરમાં ચર્ચા જગાવી ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરી નિવેદનબાજી થઈ. ભાજપે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હિજાબને ફરજિયાત કેમ નથી કરાવતા. 


શું કહે છે નિયમ?
વીડિયો ક્લિપ જે સામે આવી છે તેમાં વિદ્યાર્થીઓ જે લાઈનમાં ચાલી રહી છે તેમણે ગળામાં ભગવો સ્કાર્ફ પહેરેલો છે. કોલેજ પાસે પોલીસની ગાડી પણ ઊભેલી જોવા મળે છે. આ અગાઉ શહેર કુંડાપુરના વીડિયોમાં સરકારી જૂનિયર કોલેજના વિદ્યાર્થીઓને માથા પર સ્કાર્ફ પહેરેલા જોવા મળ્યા હતા. તેમના પ્રિન્સિપાલ રામકૃષ્ણ જીજે સાથે ચર્ચા બાદ તેમને પરિસરમાં એન્ટ્રી અપાઈ નહતી. અધિકારીઓના જણાવ્યાં મુજબ વિદ્યાર્થીનીઓને શાળા અને કોલેજમાં દાખલ થયા બાદ ક્લાસમાં હિજાબ પહેરવાની મંજૂરી નથી.


આ દરમિયાન કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે બાળકોને શાળામાં ન તો હિજાબ પહેરવો જોઈએ ન તો ભગવો સ્કાર્ફ. તેમણે મીડિયાને કહ્યું કે શાળા એ જગ્યા છે જ્યાં તમામ ધર્મોના બાળકોએ એક સાથે શીખવું જોઈએ અને આ ભાવનાને આત્મસાત કરવી જોઈએ કે આપણે અલગ નથી અને તમામ ભારતમાતાના બાળકો છે. એવા ધાર્મિક સંગઠનો છે જે અલગ વિચારે છે મે પોલીસને તેમના પર નજર રાખવાનું કહ્યું છે. જે લોકો દેશની એક્તામાં વિધ્ન નાખે છે કે નબળી કરે છે તેમના પર કડકાઈથી કાર્યવાહી થવી જોઈએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube