નવી દિલ્હી: ભારતમાં લગ્ન એ કોઈ બે વ્યક્તિ કરતા બે પરિવાર સાથે થતા હોવાની માન્યતા વધુ દ્રઢ છે. આથી લગ્નના ફેસલા મોટા ભાગે ઘરના વડીલો જ લેતા હોય છે. જો ફેસલો યોગ્ય લેવાયો તો જીવન સુધરી જાય છે અને જો ખોટો લેવાયો તો બંને પરિવાર પ્રભાવિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન બાદ છોકરીનું ભાગ્ય પણ છોકરા સાથે જોડાઈ જતું હોય છે. આથી એવું અનેકવાર જોવા મળ્યું છે કે લગ્ન બાદ યુવકનું ભાગ્ય અચાનક પલટી જાય છે. હકીકતમાં એટલા માટે એવું બને છે કારણ કે કેટલીક રાશિની યુવતીઓ  ખુબ ભાગ્યશાળી હોય છે. આ 3 રાશિની યુવતીઓ તેમાં સામેલ છે. આ 3 રાશિની યુવતીઓ સાથે લગ્ન બાદ છોકરાનું ભાગ્ય ચમકી જાય છે. જો તમારી  પાસે આ 3 રાશિઓની યુવતીઓ સાથે લગ્નની પ્રપોઝલ આવે તો તેને ન ફગાવો... જાણો આ માટેના કારણ.



મેષ રાશિ (Aries): આ રાશિની યુવતીઓ લગ્ન માટે એકદમ યોગ્ય હોય છે. ગુણવાન અને મનની ચોક્ખી. પ્રેમથી છલોછલ ભરેલી. પાર્ટનર માટે વફાદાર અને પરિવારને એક કરીને રાખનારી. આ રાશિની યુવતીઓ ખુબ જવાબદાર હોય છે. દરેક કામ ખુબ જવાબદારી સાથે કરે છે. જો તેમને કામ આપવામાં આવે તો તે કામ તે જ્યાં સુધી પૂરું ન કરે ત્યાં સુધી શાંતિથી બેસતી નથી. કોઈ પણ સંજોગોમાં તે પોતાના પરિવારનો સાથ છોડતી નથી. પરંતુ આ રાશિની યુવતીઓની એક નબળાઈ છે અને તે છે તેમને ગુસ્સો જલદી આવી જાય છે. જો કે તેમનો ગુસ્સો જલદી ઉતરી પણ જાય છે. 



કર્ક રાશિ (Cancer): આ રાશિની યુવતીઓ ખુબ જ સુંદર અને ગુણવાન હોય છે. સુંદરતાની સાથે સાથે આ રાશિની યુવતીઓ ખુબ ભાવુક પણ હોય છે. તેમની અંદર ભાવનાઓનો દરિયો હોય છે. પોતાના સંબંધોને અંત સુધી પૂરી વફાદારી સાથે નિભાવે છે. તેમના હ્રદય નિર્મળ હોય છે. પતિના પ્રેમમાં પોતાને એટલી ઓતપ્રોત કરી નાખે છે કે પોતાની જાતને જ ભૂલી જાય છે. આ રાશિની યુવતીઓ તેમના પતિ માટે ખુબ ભાગ્યશાળી સાબિત થાય છે. 



સિંહ (Leo): સિંહ રાશિની યુવતીઓ થોડી ગુસ્સાવાળી હોય છે. પરંતુ જે લોકો તેમના અંગે એકવાર જાણી લેશે તેમને તે યુવતીઓ અંગે પોતાના વિચાર બદલવા પડશે. તેઓ મજબુત ઈરાદાવાળી મહિલાઓ હોય છે. પરિવાર પર આવનારી દરેક મુસીબતનો એકદમ નીડર થઈને સામનો કરે છે. આ રાશિની યુવતી સાથે લગ્ન થવા એ યુવક માટે સૌભાગ્યની વાત છે.