કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી પર સંગ્રામ યથાવત છે.. એકતરફ ભાજપ અને TMC સામસામે છે. ત્યારે સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે.. હકીકતમાં શાહજહાં શેખ સામે થયેલા ત્રણ કેસોમાં કલકત્તા હાઈકોર્ટે CBIને તપાસ સોંપવાનો આદેશ કર્યો હતો.. જેના વિરુદ્ધ મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને તાત્કાલિક સુનાવણીની માગ કરી. મમતા સરકારનો આક્ષેપ છે કે, હાઈકોર્ટનો આદેશ વિકૃત્ત, ગેરકાયદેસર અને મનમાનીભર્યો છે.. જેને રદ કરાય. જોકે સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસમાં તાત્કાલિક સુનાવણીથી ઈનકાર કરીને બંગાળ સરકારને ઝટકો આપ્યો છે. સાથે જ કહ્યું કે, સરકાર મુખ્ય ન્યાયાધિશના આદેશની રાહ જુએ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ હાઈકોર્ટના આદેશ બાદ હજુ બંગાળ પોલીસે શાહજહાં શેખને સીબીઆઈને સોંપ્યો નથી. પશ્ચિમ બંગાળ સરકારનો આરોપ છે કે, એસઆઈટીની તપાસ ચાલતી હોવા છતા કેસ સીબીઆઈને સોંપી દેવાયો છે.  બીજી તરફ ભાજપે ટીએમસીને નિશાને લેતા કહ્યું કે, પહેલીવાર એવું જોવા મળે છે કે, બચાવ માટે આરોપી પોતે નહીં પરંતુ  રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે..એવું તો શું સત્ય છે કે, મમતા સરકાર સીબીઆઈ તપાસથી આટલી ડરી રહી છે. તો કોંગ્રેસે પણ હાઈકોર્ટના આદેશને યોગ્ય ગણાવીને સંદેશખાલીના દોષિતને કડકમાં કડક સજા થાય તેવી વાત કરી છે.


સંદેશખલીના સેતાન કહેવાતા શાહજહાં શેખ સામે અલગ અલગ 40 ફરિયાદો થયેલી છે. જોકે તેની ધરપકડને લઈને બંગાળ સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ સરકાર શાહજહાં શેખને બચાવીને સંરક્ષણ આપતી હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. જોકે આદેશ બાદ પણ શાહજહા શેખને CBIને ન સોંપાતા કલકત્તા હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટે ઈડીને બંગાળ સરકાર વિરુદ્ધ અવમાનના કેસની મંજૂરી આપી હતી. આમ શાહજહાં શેખ મુદ્દે મમતા સરકારને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને તરફથી ઝટકો મળ્યો છે.