Old Temples Rebuilt: આ રાજ્યના મુખ્યમંત્રી કરી માંગ- જ્યાં પણ મંદિર તોડવામાં આવ્યા, તેનું ફરી નિર્માણ થાય
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શનિવારે કહ્યું કે અતીતમાં નષ્ટ કરવામાં આવેલા તમામ મંદિરોનું પુનર્નિર્માણ કરવું જોઇએ તથા તેમની સરકાર તરફથી પુર્તગાલ શાસન દરમિયાન ધારાશાયી કરેલા મંદિરોને પુન:સ્થાપિત કરવા માટે ફંડ ઇશ્યૂ કરવામાં આવી રહ્યું છે.
Old Temples Rebuilt: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શનિવારે કહ્યું કે અતીતમાં નષ્ટ કરવામાં આવેલા તમામ મંદિરોનું પુનર્નિર્માણ કરવું જોઇએ તથા તેમની સરકાર તરફથી પુર્તગાલ શાસન દરમિયાન ધારાશાયી કરેલા મંદિરોને પુન:સ્થાપિત કરવા માટે ફંડ ઇશ્યૂ કરવામાં આવી રહ્યું છે.
ગોવા પર્ટનમાં થશે આ ફેરફાર
સાવંતે એ પણ કહ્યું કે ગોવા સરકાર પ્રદેશમાં 'સાંસ્કૃતિક પર્યટન' ને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહી છે તથા લોકોને મંદિરમાં જવા માટે પ્રેરિત કરી રહી છે. આ વાત તેમણે આરએસએસની સાપ્તાહિક પત્રિકાઓ 'ઓર્ગેનાઇઝર તથા પાંચજન્ય' ના 75 વર્ષ પુરા થતાં દિલ્હીમાં આયોજિત મીડિયા સંગોષ્ટીમાં ભાગ લેતાં કહી.
પુર્તગાલ શાસને હિંદુ સંસ્કૃતિને નષ્ટ કરી
તેમણે કહ્યું કે '450 વર્ષ જૂના પુર્તગાલ શાસન દરમિયાન હિંદુ સંસ્કૃતિ નષ્ટ કરવામાં આવી તથા ઘણા લોકો ધર્માંતરિત કરવામાં આવ્યા. પ્રદેશમાં મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા. અમે બધાનું જીર્ણોદ્ધાર કરવા જઇ રહ્યા છીએ. હું માનું છું કે જ્યાં પણ મંદિર તોડી પાડવામાં આવ્યા છે તેમનું પુનર્નિર્માણ કરવું જોઇએ. આ મારી દ્રઢ માન્યતા છે.
લોકોને બીચથી મંદિર લઇ જવા છે
'ઓર્ગેનાઇઝર તથા પાંચજન્ય' ના સંપાદક પ્રફૂલ્લ કેતકરના પ્રશ્નનો જવાબ આપતાં સાવંતે કહ્યું કે તેમની સરકાર પર્યટકો માટે સૌથી મનપસંદ સ્થળમાંથી એક ગોવામાં સાંસકૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દિવસ રાત લાગી છે. તેમણે કહ્યું કે દરેક ગામમાં એક-બે મંદિર છે. આપણે સમુદ્ર કિનારેથી લોકોને મંદિરમાં લઇ જવા છે. તેમણે કહ્યું કે તેમની સરકાર 'સાંસ્કૃતિક પર્યટન' ને આગળ વધારી રહી છે.
દરેક રાજ્યમાં સમાન નાગરિક સંહિતા
ભાજપ શાસિત ઘણા રાજ્યોના સમાન નાગરિક સંહિતાની તરફ ઇશારો કરતાં સાવંતે કહ્યું કે ગોવામાં પહેલાંથીજ અ આ લાગૂ છે તથા દરેક રાજ્યમાં આ લાગૂ થવું જોઇએ. તેમણે કહ્યું કે 'હું ગર્વથી કહું છું કે મુક્તિના સ્માયે જ ગોવા સમાન નાગરિક સંહિતાનું પાલન કરી રહ્યું છે. હું વિશ્વાસ ધરાવું છું કે અન્ય તમામ રાજ્યોને સમાન નાગરિક સંહિતાનું અવશ્ય પાલન કરવું જોઇએ. અમે ગોવા સમાન નાગરિક સંહિતાની અન્ય મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube