પણજી : ગોવા મુખ્યમંત્રી મનોહર પર્રિકર ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. આ કારણે તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી છે. તેમની ગેરહાજરી પર કોંગ્રેસ સવાલ પણ ઉઠાવતી રહી છે. હવે મનોહર પર્રિકર જાહેર રીતે દેખાવા લાગ્યા છે. રવિવારે એકવાર ફરીથી તેઓ દેખાયા, પરંતુ આ વખતે તેમણે લોકો સાથે વાતચીત પણ કરી. વાતચીત જ નથી કરી, તેમણે લોકોને હોલમાં જ રિલીઝ ઉરીનો પ્રખ્યાત ડાયલોક પણ કહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધીના કારણે SP-BSPને થઇ શકે છે નુકસાન, ભાજપને આ રીતે થશે ફાયદો!

આ કાર્યક્રમમાં તેમણે માઇક પર જ ઉરી ફિલ્મનો ડાયલોગ How's the Josh.... પુછ્યો હતો. ત્યાર બાદ તેના સમર્થકોમાં પણ જોશ ભરી દીધો હતો. મનોહર પર્રિકરે કહ્યું કે, હું પોતાનો જોશ તમારી તરફ ટ્રાન્સફર કરી રહ્યો છું. હું અહી બેઠો છું અને તમારી સાથે વાત કરી રહ્યા છીએ. પર્રિકરે રવિવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે પણજીમાં મંડોવી બ્રિજનું ઉદ્ધાટન પણ કર્યું. આ બ્રિજને અટલ સેતુ નામ આપવામાં આવ્યું. જો કે એક દિવસ પહેલા જ ગોવાનાં એક તમિલ સંગઠને પત્ર લખીને આ સેતુનું નામ મનોહર પર્રિકરનાં નામ પર રાખવાની માંગ કરી હતી. 


ચૂંટણી પહેલા ખેડૂતો પર ધનનો વરસાદ કરી શકે છે સરકાર, સોમવારે થશે મહત્વનો નિર્ણય

પર્રિકર અગ્નાશયની બિમારીથી પીડિત છે અને નવી દિલ્હીનાં એમ્સમાં સારવાર કરાવ્યા બાદ તેઓ ગત્ત વર્ષે ઓક્ટોબરમાં પોતાનાં ઘરે પરત ગયા હતા અને ત્યાંથી જ પોતાની સારવાર કરાવી રહ્યા છે. રાજ્યમાં પરત ફર્યા બાદ પર્રિકરે થોડા જ અધિકારીક કાર્યક્રમોમાં ભાગ લીધો છે અને જાહેર રીતે પણ ઓછા દેખાઇ રહ્યા છે. કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપાદ નાઇકે કહ્યું કે, મને નથી લાગતું કે પર્રિકરની બિમારીને કોઇ પણ પ્રભાવ ગોવા સરકારના કામ-કાજ પર પડી હોય. વસ્તીઓ સારી દિશામાં ચાલી રહી છે.