ગોવા CM મનોહર પર્રિકરના નિધન બાદ સમગ્ર દેશ શોક સંતપ્ત
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા.
અમદાવાદ: ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની સ્થિતી સતત કથળી રહી હતી. જેના પગલે તેમને ગોવા મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર્સ દ્વારા તેમની સ્થિતીમાં સુધારો થાય તે માટે ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમનાં નિધનનાં સમાચાર સાંભળી સમગ્ર દેશ શોકમાં ડુબી ગયો છે. રાજનીતિ, સિનેમા, રમત અને કલા જગત સાથે જોડાયેલી અનેક હસ્તીઓ ઉંડો આઘાત અનુભવી રહી છે અને પર્રિકરને શોકાંજલી પાઠવી રહી છે.
રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ગત્ત લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમનાં નિધન અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો.
સહેવાગે પણ વ્યક્ત કર્યો શોક
ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ પર્રિકરનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
ભારત અને ગોવાએ એક સપુત ગુમાવ્યો
કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પણ મનોહર પર્રિકરનાં નિધન અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, નિધનથી જે ખાલી જગ્યા પડી છે તે ક્યારે પણ ભરી શકાય તેમ નથી. વીકે સિંહે કહ્યું કે, એક એવા નેતાનું મોત નિપજ્યું છે જે આકરામાં આકરી સમસ્યાઓને પ્રેક્ટિકલી ઉકેલ લાવતા હતા. ગોવા અને ભારતે આજે એક મહાન સપુત ગુમાવ્યો છે
ઉમર અબ્દુલ્લાએ પર્રિકરનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો
જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પર્રિકરનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.