ગોવામાં બહુમતી નહી મળે તો આ પાર્ટી સાથે ગઠબંધન કરશે ભાજપ, સીએમએ કરી જાહેરાત!
ગોવા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાતના બે દિવસ પહેલા મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આજે (મંગળવારે) કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર બનાવવા માટે બહુમતીના આંકડાથી દૂર રહે છે તો, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) પાસેથી સમર્થન મેળવવા માટે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ પહેલેથી જ વાતચીત કરી રહ્યું છે. જણાવી દઈએ કે ગોવામાં 40 સભ્યોની વિધાનસભા માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
પણજી: ગોવા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાતના બે દિવસ પહેલા મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આજે (મંગળવારે) કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર બનાવવા માટે બહુમતીના આંકડાથી દૂર રહે છે તો, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) પાસેથી સમર્થન મેળવવા માટે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ પહેલેથી જ વાતચીત કરી રહ્યું છે. જણાવી દઈએ કે ગોવામાં 40 સભ્યોની વિધાનસભા માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
હવે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વિના પર કરી શકશો UPI Payment, RBI લોન્ચ કરી જોરદાર સર્વિસ
બહુમતી ન મળતાં 'પ્લાન' તૈયાર
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે ભાજપને આશા છે કે તેને બહુમતના આંકડા 21 બેઠકો કરતાં વધુ બેઠકો મળશે, પરંતુ જો સંખ્યા ઓછી હશે, તો "પાર્ટીએ અપક્ષો અને MGP પાસેથી સમર્થન મેળવવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે." ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ચૂંટણી પછીના ગઠબંધન માટે એમજીપી સાથે વાતચીત કરી રહ્યું છે.
ગત વખતે પણ ભાજપે બનાવી હતી લઘુમતી સરકાર
2017ની વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ 13 બેઠકો જીતનાર ભાજપે તરત જ દીપક ધાવલિકરના નેતૃત્વ હેઠળ MGP, ગોવા ફોરવર્ડ પાર્ટી અને અપક્ષો સાથે જોડાણ કરીને મનોહર પર્રિકરના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.
જ્યારે MGP ધારાસભ્યોનું છીનવી લેવામાં આવ્યું હતું મંત્રીપદ
તમને જણાવી દઈએ કે મનોહર પર્રિકરના નિધન બાદ 2019માં જ્યારે પ્રમોદ સાવંત મુખ્યમંત્રી બન્યા ત્યારે એમજીપીના બે મંત્રીઓને કેબિનેટમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ વખતે MGPએ મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડી છે.
જો કે, MGP ધારાસભ્ય સુદિન ધાવલિકરે અગાઉ કહ્યું હતું કે તેમની પાર્ટી ગોવા ચૂંટણીના પરિણામો પછી TMCને વિશ્વાસમાં લઈને તેના સ્ટેન્ડ અંગે નિર્ણય લેશે પરંતુ પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી તરીકે ક્યારેય "સમર્થન" કરશે નહીં.
ધાવલિકરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રમોદ સાવંતે કહ્યું, "જો કોઈપણ પાર્ટી અમને સમર્થન આપે છે, તો તે અમારા નેતૃત્વ અંગે નિર્ણય લઈ શકે નહીં. MGPને સરકારમાંથી દૂર કરવામાં આવી હતી કારણ કે તેણે 2019ની પેટાચૂંટણી અમારા સત્તાવાર ઉમેદવાર સામે લડી હતી.
Exit Polls 2022: મણિપુર, ગોવા અને ઉત્તરાખંડનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો ક્યાં કોની બનશે સરકાર
સીએમ પ્રમોદ સાવંતે એમ પણ કહ્યું કે તેમના ધાવલિકર બંધુઓ સાથે તેમનો કોઈ અંગત મતભેદ નથી. મતભેદો રાજકીય હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે જો ભાજપ સત્તામાં પરત ફરશે તો શું તેઓ આગામી મુખ્ય પ્રધાન બનશે. તેના પર સાવંતે કહ્યું હતું કે, “ચૂંટણી મારા નેતૃત્વમાં લડવામાં આવી હતી. અમારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધી બધાએ વારંવાર કહ્યું છે અને પુનરાવર્તિત કર્યું છે કે મારા નેતૃત્વમાં ભાજપ સરકાર બનાવશે હું મારામાં વિશ્વાસ મુકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભામાં એક્ઝિટ પોલના અનુમાનને જોતાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કેન્દ્રીય નેતૃત્વને મળવા અને વ્યૂહરચના પર ચર્ચા કરવા દિલ્હી પહોંચ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રમોદ સાવંત સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા અને ત્રિશંકુ વિધાનસભાની સંભાવના અંગે ચર્ચા કરવા માટે આજે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી રહ્યા છે.
પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રમોદ સાવંત અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચેની ચર્ચાઓ એ વાત પર કેન્દ્રીત છે કે જો ભાજપ બહુમતીથી ઓછી સીટો મળે તો અડધા રસ્તાને પાર કરવાના માર્ગો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ સીએમ પ્રમોદ સાવંતે કહ્યું, 'જો આપણે 17-18 પર અટકીશું, તો મને લાગે છે કે અપક્ષો ત્રણથી ચાર બેઠકો જીતશે. અપક્ષો બહુમતી ધરાવતા લોકોને સમર્થન આપે છે. મને અપક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો વિશ્વાસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube