પર્રિકરની બીમારીનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં કોંગ્રેસ, 15 MLA રાજ્યપાલને મળ્યાં
ચાલીસ સભ્યોની ગોવા વિધાનસબામાં કોંગ્રેસનાં 16 ધારાસભ્યો છે, તમામ ધારાસભ્યોએ રાજ્યપાલને તેમની ગેરહાજરીમાં સોમવારે એક અરજી સોંપી હતી
પણજી : ગોવામાં કોંગ્રેસ ધારાસભ્યોએ મંગળવારે રાજ્યપાલ મૃદુલા સિન્હા સાથે મુલાકાત કરી અને તેમને ભાજપ સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટેનાં નિર્દેશ આપવા માટે કહ્યું. વિપક્ષનાં નેતા ચંદ્રકાંત કાવલેકરનાં નેતૃત્વમાં કોંગ્રેસ ધારાસભ્યોએ માંગ કરી હતી કે રાજ્યપાલને વિધાનસભાનું એકદીવસીય સત્ર બોલાવીને બહુમતી સાબિત કરવી જોઇએ.
સિન્હા સાથે મુલાકાત બાદ કાવલેકરે પત્રકારોને કહ્યું કે, રાજ્ય સરકાર સદનમાં સાબિત કરે કે તેની પાસે બહુમતી છે અન્યથા અમે દેખાડીશું કે અમારી પાસે તેમનાં કરતા વધારે ધારાસભ્યો છે. અન્યથા અમે દેખાડીશું કે અમારી પાસે તેમનાં કરતા વધારે ધારાસભ્યો છે. કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યપાલને આ અંગે એક માહિતી સોંપશે.
કોંગ્રેસે આ પગલું એવા સમયે ઉટાવ્યું છે જ્યારે 62 વર્ષનાં પર્રિકર કેન્સરની સારવાર માટે દિલ્હીમાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે ,ગોવા વિધાનસભામાં કોંગ્રેસનાં 16 ધારાસભ્યો છે. હજી 16 ધારાસભ્યોએ રાજ્યપાલને તેની ગેરહાજરીમાં સોમવારે પણ એક પત્ર સોંપ્યો હતો.