નવી દિલ્હીઃ ગોવામાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ વિધાનસભા ચૂંટણી થોડી મુશ્કેલ હતી કારણ કે ઘણા મોટા નેતા નારાજ થઈને અન્ય પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. ગોવામાં પાર્ટી સતત નેતૃત્વ સંકટથી સંઘર્ષ કરી રહી હતી અને આ વખતે આમ આદમી પાર્ટીએ તેની મુશ્કેલી વધારી દીધી હતી. જાણો એક્ઝિટ પોલમાં ગોવામાં કોની સરકાર બની રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
ZEE NEWS DESIGN BOXED ના એક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં જો સીટની વાત કરીએ તો 40 સીટોવાળી વિધાનસભામાં આ વખતે ભાજપને 13-18 સીટો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને 14-19 સીટો મળી શકે છે. તો MGP ને 2-5 અને આમ આદમી પાર્ટીને 1-3 સીટ મળી શકે છે. અન્યના ખાતામાં 1-3 સીટ જઈ શકે છે. 


વોટ ટકાવારીની વાત કરીએ તો ભાજપને 31 ટકાની નજીક મત મળી શકે છે. તો કોંગ્રેસને 33 ટકા મત મળી શકે છે.  MGP અને આપને 12-12 ટકા મત મળવાનું અનુમાન છે. આ સિવાય અન્યના ખાતામાં 12 ટકા મત જઈ શકે છે. 


ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટીનો પણ જનાધાર છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગોવાની ચૂંટણી લડી હતી. ગોવામાં હાલ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનું અંતર ખુબ ઓછુ છે. તેવામાં હવે 10 તારીખે ચૂંટણી પરિણામ બાદ ખ્યાલ આવશે કે આ રાજ્યની જનતાએ કઈ પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube