માંડ-માંડ ચાલી રહી છે સોનાલી ફોગાટ, મોત પહેલાના CCTV ફુટેજ આવ્યા સામે
Sonali Phogat Death Case: સોનાલી ફોગાટના મોત મામલામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક નવા સીસીટીવી ફુટેજમાં સોનાલીને તેનો પીએ લઈ જતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભાજપ નેતા સોનાલી ફોગાટનું મોત સામાન્ય નથી. ગોવાની હોટલમાંથી સામે આવેલા સીસીટીવી ફુટેજ જોઈને લાગે છે કે તેની હાલત ખુબ ખરાબ હતી. ફુટેજ સવારે 4 કલાક 27 મિનિટના છે. ગોવા પોલીસે હોટલના 200-300 ફુટેજની તપાસ કર્યા બાદ આ ચંક મળ્યો છે. આ ફુટેજમાં સોનાલી ટોપ અને હાફ પેન્ટમાં જોવા મળી રહી છે. હોટલની ગલીમાંથી તેને રૂમમાં લઈ જવામાં આવી રહી છે. ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે તે યોગ્ય રીતે ચાલી શકતી નથી. તે પગ ફેલાવીને ચાલી રહી છે. એક વ્યક્તિએ તેને ખભાથી સહારો આપ્યો છે. આ ફુટેજ સોનાલી સાથે થયેલી ઘટનાની કહાની જણાવી રહ્યાં છે.
જાણવા મળી રહ્યું છે કે સોનાલીના મોત પહેલા ગોવાની હોટલથી તેને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તો આજે ગોવા પોલીસે પણ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, સોનાલીને કંઈક ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતું. તેના ફુટેજ પણ પોલીસને મળ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube