નવી દિલ્હીઃ Sonali Phogat Murder Case: ભાજપ નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટની હત્યાના મામલામાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. ગોવાથી તપાસ માટે ગુરૂગ્રામ આવેલી પોલીસે સોનાલીના ફ્લેટમાં ઘણા સમય સુધી સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પોલીસના હાથમાં મહત્વના પૂરાવા લાગ્યા છે. ગોવા પોલીસ હજુ ગુરૂગ્રામમાં જ રહેશે. પોલીસ અધિકારી સોમવારે સોનાલીની ઓફિસમાં તપાસ હાથ ધરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાલી ફોગાટના ઘરમાં સર્ચ
ગોવા પોલીસે ગુરૂગ્રામના સેક્ટર 102 સ્થિત સોનાલી ફોગાટના ફ્લેટમાં સર્ચ કર્યું હતું. આ દરમિયાન પોલીસના હાથમાં જ્વેલરી, ઘડીયાળ અને પાસપોર્ટ સિવાય મહત્વના પૂરાવા આવ્યા છે. પોલીસે હજુ તેનો ખુલાસો કર્યો નથી. આ સાથે ગોવા પોલીસે સોનાલીના પીએ સુધીર સાંગવાનના ઘરમાં પણ તપાસ કરી છે. 


પીએ સાંગવાનના ઘરે પહોંચી હતી પોલીસ
ગોવા પોલીસની ટીમે સુધીર સાંગવાનના રોહતક સ્થિત નિવાસ્થાને સર્ચ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ગોવા પોલીસની ટીમ રવિવારે સાંગવાનના ઘરે પહોંચી અને પૂછપરછ બાદ આગળની તપાસ માટે ગુરૂગ્રામ રવાના થઈ હતી. ગોવા પોલીસે ફોગાટના મોત મામલામાં આરોપીઓ સાંગવાન, સુખવિંદર સિંહ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે. 


આ પણ વાંચોઃ અબજોપતિ પરિવારનો લાડલો, જે ટાટા ગ્રુપના ચેરમેન બન્યા, જાણો કોણ હતા સાયરસ મિસ્ત્રી  


પરિવાર કરી રહ્યો છે સીબીઆઈ તપાસની માંગ
ગુરૂગ્રામમાં સાંગવાને એક ફ્લેટ ભાડા પર લીધો હતો, જ્યાં ગોવા પોલીસ આગળની તપાસ કરશે. ફોગાટના પરિવારના સભ્યોએ તેની હત્યાનો આરોપ લગાવતા મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે. આ પાંચમો દિવસ છે, જ્યારે ગોવા પોલીસની ટીમ હરિયાણામાં તપાસ કરી રહી છે. તપાસના સિલસિલામાં ટીમ બુધવારે હિસાર પહોંચી હતી, જ્યાં તેમણે સંત નગર સ્થિત ફોગાટના ફાર્મ હાઉસ અને ઘરની મુલાકાત લીધી હતી. ટીમે ફોગાટ અને સાંગવાનના બેન્ક એકાઉન્ટ અને સંપત્તિ સાથે જોડાયેલી માહિતી ભેગી કરી હતી. 


પ્રોપર્ટીના એંગલથી પણ તપાસ
સૂત્રોએ કહ્યું કે ગોવા પોલીસ જમીન સહિત સંપત્તિની પણ તપાસ કરી રહી છે, જે ફોગાટના નામે છે. પોલીસે આ કેસમાં સંપત્તિની વિગતો જાણી રહી છે. ફોગાટ અને અન્યએ 22 અને 23 ઓગસ્ટની રાત્રે ગોવાના કર્લીઝ રેસ્ટોરન્ટમાં પાર્ટી કરી હતી. ફોગાટને 23 ઓગસ્ટે એક હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે સોનાલીના પીએ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube