મુંબઇ : ફેસ્ટિવ સિઝનમાં જો તમે બહાર ફરવા જાવ અથવા કોઇ અન્ય યાત્રાની યોજના બનાવી રહ્યા ચો તો આ સમાચાર તમારા કામના છે. બજેટ વિમાનન કંપની ગો એર ખુબ  જ ઓછા ભાવમાં 10 લાખ જેટલી સીટોની રજુઆત કરી રહી છે. તેનાં હેઠળ એક તરફની યાત્રાનું શરૂઆતી ભાડુ 1099 રૂપિયા થશે. ગોએરે પોતાનાં નિવેદનમાં કહ્યું કે, ફેસ્ટિવલ સીઝન સેલ હેઠળ ડિજિટલ વોલેટ કંપની પેટીએમની ચુકવણી કરવા અંગે ગ્રાહકોને 250 રૂપિયા સુધી વધારાનાં પાંચ ટકાનું કેશબેક પણ મળશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4-9 ઓગષ્ટ વચ્ચે થશે બુકિંગ
કંપનીએ કહ્યું કે, આ ટિકિટોનું બુકિંગ 4થી 9 ઓગષ્ટ સુધી જ કરવામાં આવી શકશે. તેના હેઠેલ 4 ઓગષ્ટથી માંડીને 31 ડિસેમ્બર સુધી યાત્રા થઇ શકશે. તે અગાઉ આ મહિને ગો એરની પ્રતિદ્વંદી ઇન્ડિગોએ સૌથી મોટી છુટ હેઠળ ટિકિટની રજુઆત કરી હતી. જેના હેઠળ ઇન્ડિગોએ 12 લાખ સીટોની રજુઆત કરી હતી. તેમાં શરૂઆતી ભાડું 1212 રૂપિયા હતું. 

પહેલા આવ્યું હતું મોનસુન સેલ ઓફર
આ એરલાઇનને અગાઉ મોનસુન સેલની શરૂઆત કરી હતી. 3 દિવસીય મોનસુન સેલમાં ગોએરથી એક તરફનું હવાઇ ભાડું 1299 રૂપિયાથી શરૂ થયું હતું. કંપનીનાં નિવેદન અનુસાર મોનસુન સેલ હેઠળ 24 જુનથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરવાની અનુમતી હતી. ફ્લાઇટ ટિકિટનું બુકિંગ નોન રિફંડેબલ હતી. જો કે તેમાં રહેલા ટેક્સ અને ફી રિફંડેબલ હતા. સેલ દરમિયાન હવાઇ ભાડુ અલગ - અલગ રૂટ, ફ્લાાઇટ અને ટાઇમિંગ્સના હિસાબથી અલગ- અલગ રાખવામાં આવી હતી. ગોએર  હાલ 23 ડેસ્ટિનેશન માટે અઠવાડીયામાં 1544 વધારે ફ્લાઇટ ઓપરેટ કરે છે. 

પહેલા શું હતી નિયમો અને શરતો
ગોએર નેટવર્કની તમામ ફ્લાઇટ્સ પર આ ઓફર લાગુ થશે
ટિકિટ બુકિંગ પહેલા આવો- પહેલા મેળવોના આધારે હશે.
ગ્રુપ બુકિંગ પર ઓફર લાગુ નહી થાય
અલગ અલગ રૂટ પર અલગ અલગ ભાડુ હશે.
ઓફર પ્રાઇસ માત્ર એક તરફથી ભાડા પર લાગુ થશે.