નવી દિલ્હીઃ લાંબા સમયથી બિમાર ચાલી રહેલા ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરને એર એમ્બ્યુલન્સના માધ્યથી દિલ્હીથી ગોવા લઈ જવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ગંભીર છે તેવું જાણવા મળ્યું છે. પર્રિકરનો ઘણા સમયથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળ્યું કે, આજે સવારે તેમની તબિયત બગડી ગઈ, ત્યારબાદ તેમને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પર્રિકરને એર એમ્બ્યુલન્સથી ગોવા લઈ જવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ નાજુક છે. 



મનોહર પર્રિકર આશરે એક મહિનાથી દિલ્હીની એમ્સમાં દાખલ છે. અમેરિકાથી સારવાર બાદ તેમને ગત 15 સપ્ટેબરે અહીં લાવવામાં આવ્યા હતા. તેમની ગેરહાજરીમાં ગોવાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. શુક્રવારે પર્રિકરે એમ્સમાં જ પોતાના કેબિનેટના સહયોગીઓની સાથે મંત્રાલયની ફાળવણી અને સરકારના કામકાજને લઈને બેઠક કરી હતી. શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, તેઓ મનોહર પર્રિકરના સારા સ્વાસ્થ્ય માટે કામના કરે છે. પરંતુ બિમારીમાં તેમના પર રાજકાજનો બોઝ ન નાખવો જોઈએ, તેનાથી કામ પ્રભાવિત થઈ રહ્યું છે.