Goddess Chamundeshwari News: સરકારો માણસોને તો આર્થિક મદદ આપે છે. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે સરકારે દેવી દેવતાઓની આર્થિક મદદ કરી હોય. જો ના તો જાણી લો કે કર્ણાટકમાં આમ થવા જઇ રહ્યું છે. મૈસૂરની દેવી માં ચામુંડેશ્વરી (Goddess Chamundeshwari)ને સરકારી સ્કીમનો ફાયદો મળશે. તેમને કર્ણાટક સરકારની 'ગૃહ લક્ષ્મી' સ્કીમ અંતગર્ત રૂપિયા મળશે. દેવી માતાના ખાતામાં 2 હજાર રૂપિયા આવશે. માતા ચામુંડેશ્વરીનું નામ પણ લાભાર્થીઓમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ APL/BPL કાર્ડ ધરાવતા પરિવારની મહિલા વડાને બે હજાર રૂપિયા આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વર્ષથી અમદાવાદમાં એક પણ વન ડે નથી હાર્યું ભારત, ઓસ્ટ્રેલિયાને પડાવશે પરસેવો
Bad Luck Plants: ઘરમાં ક્યારેય પણ ના રાખો આ 4 છોડ ,ગરીબી તમારા ઘરનો રસ્તો શોધી કાઢશે


દેવી માના ખાતામાં કેમ મોકલવામાં આવ્યા રૂપિયા?
તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાન પરિષદના સભ્ય અને કોંગ્રેસના રાજ્ય મીડિયા સેલના ઉપાધ્યક્ષ દિનેશ ગુલીગૌડાએ આ માટે અપીલ કરી છે. દિનેશે કહ્યું કે તેણે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને પત્ર લખીને માંગ કરી છે કે આ યોજના હેઠળ દેવી ચામુંડેશ્વરીને પણ  દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવે.


નવેમ્બરનું છેલ્લું અઠવાડિયું બનાવશે માલામાલ : આ ત્રણ રાશિના ઘરો ખુશીઓથી છલોછલ થશે
Budhaditya Rajyoga: આવતીકાલથી આ રાશિના જાતકો 10 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે


કોના આદેશ પર મળશે યોજનાનો લાભ?
દિનેશ ગોલીગૌડાએ વધુમાં કહ્યું કે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ શિવકુમાર પણ આ પ્રસ્તાવ માટે સંમત થયા છે. તેમણે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી લક્ષ્મી હેબ્બાલકરને મા ચામુંડેશ્વરી મંદિરના બેંક ખાતામાં દર મહિને બે હજાર રૂપિયા જમા કરાવવાની સૂચના આપી છે.


એ મુઘલ બાદશાહ જેણે સાવકી માતા સાથે થઈ ગયો હતો પ્રેમ, દિવાલમાં જીવતી કરાઈ હતી કેદ
દિવાળીના તહેવારો બાદ અને  લગ્નની સિઝન પહેલાં આજે છે આ લેટેસ્ટ ભાવ, ખરીદી લેજો


પત્રના જવાબમાં ડેપ્યુટી સીએમએ શું કર્યું?
સ્ટેટ મીડિયા સેલના ઉપાધ્યક્ષ દિનેશ ગુલીગોડાએ પણ કહ્યું કે ડેપ્યુટી સીએમએ તરત જ મારા પત્રનો જવાબ આપ્યો અને લક્ષ્મી હેબ્બાલકરને તેમના વિભાગ દ્વારા અથવા વ્યક્તિગત રીતે માતા દેવી માટે દર મહિને બે હજાર રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો.


World Cup 2023: 40 વર્ષમાં ચોથીવાર ફાઇનલમાં પહોંચ્યું ભારત, જાણો કેવો રહ્યો રેકોર્ડ
દેશી ઇલાજ: શરદી-ખાંસી દુર કરવાનો રામબાણ ઈલાજ, 1 જ દિવસમાં થઇ જશે ગાયબ


શું છે ‘ગૃહ લક્ષ્મી’ યોજના?
તમને જણાવી દઈએ કે કર્ણાટક સરકારે 30 ઓગસ્ટના રોજ મૈસુરના મુખ્ય દેવી મા ચામુંડેશ્વરી મંદિરમાં પ્રથમ હપ્તો જમા કરાવીને ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી હતી. તેને દેવીને સમર્પિત કરતા, સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ શિવકુમારે યોજનાની સફળતા માટે પ્રાર્થના કરી. આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સશક્ત કરવાનો છે.


હાડકાંને લોખંડની માફક બનાવવા છે મજબૂત, તો ડાયટમાં સામેલ કરો આ 5 હેલ્ધી ફૂડ
Mosambi Juice Benefits: સ્વાસ્થ્ય માટે ચમત્કારી છે મોસંબીનો જ્યૂસ, ડાયાબિટીઝ સહિત દૂર થશે આ 6 બિમારીઓ


(ઇનપુટ ભાષા)