ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, સરકારે યુક્રેન અને રશિયન રાજદૂતોને સમન્સ પાઠવ્યું
વિદેશ મંત્રાલયે કહ્યું કે ખારકીવમાં ખરાબ થતી સ્થિતિ ચિંતાનું કારણ છે. ખારકીવમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયાના હુમલાની સીધી અસર હવે ભારત પર જોવા મળી છે. યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. આ વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી છે. તેનું નામ નવીન હોવાનું સામે આવ્યુ છે. આ મામલાને લઈને ભારત સરકારે યુક્રેન અને રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી દીધુ છે.
રશિયા અને યુક્રેનને રાજદૂતને સમન્સ પાઠવ્યું
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યુ કે, વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા રશિયા અને યુક્રેનના રાજદૂતોને ભારતીય નાગરિકો માટે તત્કાલ સુરક્ષિત માર્ગની અમારી માંગને પુનરાવર્તિત કરવા માટે બોલાવી રહ્યા છે, જે હજુ પણ ખારકીવ અને અન્ય સંઘર્ષ ક્ષેત્રમાં છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની કાર્યવાહી રશિયા અને યુક્રેનમાં પણ અમારા રાજદૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
બાગચીએ નવીનને લઈને ટ્વીટ કર્યુ- અમે ખુબ દુખની સાથે તે વાતની પુષ્ટિ કરીએ છીએ કે એક ભારતીય વિદ્યાર્થીએ ખારકીવમાં આજે સવારે ગોળીબારીમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે.
આ પણ વાંચોઃ રોમાનિયાથી વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું, યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયો પરત આવ્યા
વિદેશ મંત્રાલયે કહ્યું, ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા
વિદેશ મંત્રાલયે કહ્યું કે ખારકીવમાં ખરાબ થતી સ્થિતિ ચિંતાનું કારણ છે. ખારકીવમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોની વાપસી નક્કી કરવા માટે દરેક સંભવ પ્રયાસ યથાવત રાખીશું.
મંત્રાલયે કહ્યું છે કે અમે પહેલાં જ રશિયા અને યુક્રેનના દૂતાવાસોની સાથે ખારકીવ અને સંઘર્ષ ક્ષેત્રોના અન્ય શહેરોથી વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકો માટે સુરક્ષિત માર્ગનો મુદ્દો ઉઠાવ્યો હતો. 9000 થી વધુ ભારતીય નાગરિકોને યુક્રેનથી બહાર લાવવામાં આવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં હવે સુરક્ષિત ક્ષેત્રમાં છે. તેવામાં જરૂરી છે કે રશિયા અને યુક્રેન સુરક્ષિત રસ્તાને લઈને અમારી જરૂરીયાત પર તત્કાલ પ્રતિક્રિયા આપે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube