ગોલ્ડમેનનાં નામથી પ્રખ્યાત સમ્રાટનું મોત, શરીર પર કરોડોનું સોનું પહેરતો હતો
કરોડો રૂપિયાનું સોનું પોતાનાં શરીર પર પહેરેલા ગોલ્ડનમેન સ્વરૂપે પ્રખ્યાત સમ્રાટનું મંગળવારે મોત થઇ ગયું. સમ્રાટ પોતાનાં શરીર પર આઠથી 10 કિલો સોનાના ઘરેણા પહેરતા હતા. પુણેા સંગમવાડી વિસ્તારમાં રહેતા સમ્રાટ મોઝે પોતાનાં શરીર પર દરરોજ 8-10 કિલો સોનાનાં ઘરેણા અને કિંમતી જવેરાત પહેરવાનો શોખ ધરાવતો હોવાને કારણે સમ્રાટ ગોલ્ડમેનનાં નામે લોકોમાં ખુબ જ પ્રખ્યાત હતો. આ દરમિયાન સમ્રાટ રાજ્યમાં જ્યાં પણ જતા હતા. ત્યાં તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોનાં ટોળા એકત્ર થતા હતા.
મુંબઇ: કરોડો રૂપિયાનું સોનું પોતાનાં શરીર પર પહેરેલા ગોલ્ડનમેન સ્વરૂપે પ્રખ્યાત સમ્રાટનું મંગળવારે મોત થઇ ગયું. સમ્રાટ પોતાનાં શરીર પર આઠથી 10 કિલો સોનાના ઘરેણા પહેરતા હતા. પુણેા સંગમવાડી વિસ્તારમાં રહેતા સમ્રાટ મોઝે પોતાનાં શરીર પર દરરોજ 8-10 કિલો સોનાનાં ઘરેણા અને કિંમતી જવેરાત પહેરવાનો શોખ ધરાવતો હોવાને કારણે સમ્રાટ ગોલ્ડમેનનાં નામે લોકોમાં ખુબ જ પ્રખ્યાત હતો. આ દરમિયાન સમ્રાટ રાજ્યમાં જ્યાં પણ જતા હતા. ત્યાં તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોનાં ટોળા એકત્ર થતા હતા.
મુંબઇની હોસ્પિટલમાં મૃતદેહોની વચ્ચે ચાલી રહી છે કોરોના દર્દીઓની સારવાર, ઉઠ્યા સવાલ
37 વર્ષનાં સમ્રાટ હીરામન મોઝેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં મોત થઇ. મોતનાં કારણે હાર્ટ એટેકથી ગણાવવામાં આવી રહ્યું છે. સમ્રાટ મોઝેનાં ભાઇ યુવરાજ મોઝે અને તેમના નજીકનાં મિત્ર મિલિંદ ગાયકવાડે પણ આ ઘટનાની પૃષ્ટી કરી હતી. સમ્રાટ એક બિઝનેસમેન હતા. જેની રાજનીતિક વર્તુળોમાં સારી ઓળખ હતી. તેમણે પુણે શહેરમાં ટૂરિસ્ટ બસો માટે પહેલો ખાનગી બસ ડેપો અને પાર્કિંગ ચાલુ કર્યું હતું. બસ ડિપો અને પાર્કિંગ ઉપરાંત સમ્રાટ જમીનની ખરીદ વેચાણનું કામ કરતા હતા.
વિશાખાપટ્ટનમની સાહી સુકાઇ નથી ત્યાં છત્તીસગઢની પેપર મિલમાં ગેસલીક, 7 શ્રમજીવી દાઝ્યા
સમ્રાટ મોઝેનાં લગ્ન થઇ ચુક્યા છે. તેમની પાછળ હવે પત્ની અને બે બાળકો છે જેની ઉંમર પાંચ અને ત્રણ વર્ષ છે. સમ્રાટ મોઝે જોઇન્ટ ફેમિલીમાં પુણેના સંગમવાડી વિસ્તારમાં રહેતા હતા. ગત્ત અઠવાડીયે જ મોઝેએ પોતાનાં મિત્ર અને પરિવાર સાથે 37 મો જન્મદિવસ મનાવ્યો હતો. જેમાં અનેક લોકો સમ્રાટને શુભકામનાઓ આપવા માટે પહોંચ્યા હતા.
વિશાખાપટ્ટનમ: ગેસ લીકેજને ન્યૂટ્રલાઇઝ કરવાની તૈયારી, વાપી મોકલાઇ રહ્યું છે કેમિકલ
રાજનીતિથે તેમના પરિવારનો પહેલા લગાવ હતો. તેમનાં ચાચા રામભાઉ મોઝે પુણેનાં દાપૌડી વિધાનસભા નિર્વાચન ક્ષેત્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. થોડા સમય સુધી સમ્રાટ મોઝે રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે પણ જોડાયેલા રહ્યા. આ પહેલા પુણેનાં MNS ધારાસભ્ય રમેશ વાંઝલે અને ઉદ્યોગપતિ દત્તા ફુગે આ પ્રકારનો શોખ ધરાવતા હતા જેને દેશ વિદેશમાં ગોલ્ડન મેનનાં નામથી ઓળખાય છે. ધારાસભ્ય વાંઝલેનાં હૃદય રોગનો હુમલો થવાનાં કારણે મોત થયું હતું. ઉધ્યોગપતિ દત્તા ફુગેની હત્યા થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube