નવી દિલ્હી: મજબુત વૈશ્વિક બજારની વચ્ચે દિલ્હી સર્રાફા બજારમાં શનિવારે સોનામાં 20 રૂપિયાના વધારા સાથે 32640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું છે. જોકે, ઔદ્યોગિક એકમો તેમજ સિક્કા નિર્માણકર્તાઓને ઓછી માંગથી ચાંદીના ભાવમાં 25 રૂપિયાના ઘટાડા સાથે 39225 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. સર્રાફા કારોબારિઓએ કહ્યું કે વૈશ્વિક સ્તર પર કિંમતી ઘાતુઓમાં મજબૂતીથી અહીંયા પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: હજારો કરોડ રૂ.ના NPA મામલામાં લેવાયું છે મોટું પગલું, અરૂણ જેટલીનો ખુલાસો


ગિન્નીના ભાવમાં ફેરફાર નહીં
દિલ્હી સર્રાફા બજારમાં 99.9 ટાકા અને 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું 20-20 રૂપિયાના વધારા સાથે ક્રમશ: 32640 રૂપિયા અને 32490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આઠ ગ્રામ વાળી ગિન્ની 25200 રૂપિયા પ્રતિ એકમના પૂર્વ સ્તર પર જ રહી છે. ઘરેલુ સર્રાફા બજારમાં, ચાંદી હાલમાં 25 રૂપિયા ઘટીને 39225 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું જ્યારે સાપ્તાહિક ડિલિવરી 55 રૂપિયાથી વધીને 38706 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયું છે.


વધુમાં વાંચો: નાણાકિય વર્ષ 2017-18મા એટીએમની સંખ્યામાં 1000નો ઘટાડોઃ રિઝર્વ બેંક


જોકે, સિક્કા ખરીદદારો અને વેચાણકર્તાઓ ક્રમશ: 76000 રૂપિયા અને 77000 રૂપિયા પ્રતિ રસ્તાના પૂર્વ સ્તર પર રહ્યું છે. વૈશ્વિક સ્તપ પર ન્યૂયોર્કમાં સોનું વધીને 1280.68 ડોલર પ્રતિ ઓંસ પર રહ્યું જ્યારે ચાંદી 15.34 ડોલર પ્રતિ ઔંસ રહ્યું છે.
(ઇનપુટ-ભાષા)


બિઝનેશ અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...