હાજીપુર : બિહારના હાજીપુર (Hajipur) શહેરમાં ધોળે દિવસે મોટી લૂંટ (Robbery)ની ઘટના બની છે. આ ઘટનામાં અપરાધીઓએ લગભગ 55 કિલો સોનાની (Gold) લૂંટ કરી છે. આ ઘટનાને અંજામ આપ્યા પછી તમામ અપરાધીઓ ફરાર થઈ ગયા છે. આ લૂંટાયેલા સોનાની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા જેટલી છે. મળતી માહિતી પ્રમાણે આ લૂંટ કરવા માટે આઠ જેટલા હથિયારધારીઓ આવ્યા હતા. 


આ અપરાધીઓએ મુથૂટ ફાઇનાન્સના કર્મચારીઓને બંધક બનાવ્યા અને કરોડો રૂપિયાનું સોનું લૂંટીને ફરાર થઈ ગયા. આ લૂંટનો પ્રતિકાર કરનારા ગાર્ડ અને કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે. પ્રભારી એસપીએ માહિતી આપી કે લગભગ 55 કિલો સોનાની લૂંટ થઈ છે. બાઇક પર આવેલા અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના પછી પ્રભારી એસપી મૃત્યુંજય કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના નગર થાનાના સિનેમા રોડની છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube