કટરાઃ શારદીય નવરાત્રીમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની ઈચ્છા ધરાવતા ભક્તો માટે એક ખુશખબર છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા માતા વૈષ્ણો દેવીની પ્રાચીન ગુફાના પ્રવેશદ્વારને સોને મઢવામાં આવ્યો છે. 29 સપ્ટેમ્બરના પહેલા નોરતાથી શ્રદ્ધાળુઓ આ સુવર્ણ દ્વારના દર્શન કરી શકશે. આ સુવર્ણ દ્વાર બનાવવામાં રૂ.10 કરોડનો ખર્ચ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

65 દિવસમાં તૈયાર કરાયો 16 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચો દરવાજો. આ સુવર્ણ દ્વારમાં એક હજાર કિલો ચાંદી, એક હજાર કિલો તાંબું અને 10 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. મુખ્ય દરવાજા પર 25 કિલોની સોના-ચાંદીની ઘંટડી લગાવાઈ છે. સુવર્ણ દ્વાર પર સૌથી ઉપર સુવર્ણજડિત છત્ર, 3 સુવર્ણ ગુમ્બજ અને સૌથી નીચે 2 સિંહ બનાવાયા છે. સુવર્ણ દ્વારાની બંને તરફ દેવી-દેવતાઓનાં ચિત્ર અને માતાની આરતી લખવામાં આવી છે. 


અકબરના નવ રત્નમાં સામેલ આ રાજાના વંશજની અત્યારે દયનીય સ્થિતિ, મહેલ પર ભાડૂઆતોનો કબ્જો


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....