ક્રુડ ઓઈલના ભાવ માર્ચ 2024 બાદથી 20 ટકાથી ગગડીને 75 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે. એપ્રિલ બાદથી વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઈલના ભાવમાં 19 ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. હવે તે 72.48 ડોલર પર છે. કોરોનાના કારણે જ્યારે માર્ચ 2020માં ભાવ બે  દાયકાના નીચલા સ્તરે 19.9 ડોલર સુધી ગગડ્યા ત્યારથી ભાવમાં ઝડપથી વધારો જોવા મળ્યો. માર્ચ 2022માં ભાવ 2014 બાદ પહેલીવાર 100 ડોલરને પાર કરી ગયા હતા અને જૂન 2022માં દાયકાના ઉચ્ચતમ સ્તર 116 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટાડાનું કારણ
હકીકતમાં દુનિયાના સૌથી મોટા ઓઈલ આયાતકાર ચીન તરફથી માંગણીમાં ઘટાડો હોવાના કારણે વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓપેકે  ચાલુ વર્ષ માટે પોતાના વૈશ્વિક ઓઈલ માંગણી પૂર્વાનુમાનને 2.11 મિલિયન બેરલ પ્રતિદિનથી ઘટાડીને 2.03 મિલિયન બેરલ પ્રતિ દિન કર્યું હતું. 


અર્થવ્યવસ્થા પર પ્રભાવ
તેનાથી 58 લાખથી વધુ ડીઝલ માલવાહન વાહનો, છ કરોડ કારો અને 27 કરોડ દ્વિચક્કી વાહનોનું પરિચાલન ખર્ચ ઓછો થશે, જે મોટા પાયે પેટ્રોલ પર ચાલે છે. સસ્તા ડીઝલથી પરિવહન અને લોજિસ્ટિકના ખર્ચામાં ઘટાડો  થાય છે. જેનાથી ફુગાવો ઘટે છે કારણ કે મોટાભાગના સામાન રોડ માર્ગે હેરફેર કરાય છે. વાત જાણે એમ છે કે કાર અને દ્વિચક્કી વાહન ચાલકોની  બચતનો એક ભાગ અર્થવ્યવસ્થાના અન્ય ક્ષેત્રોમાં ખર્ચ થાય છે. 


ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોને ક્રમશ: વર્ષ 2010 અને વર્ષ 2014માં નિયંત્રણમુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2017 સુધી ઓઈલ કંપનીઓએ દરેક પખવાડિક ભાવોમાં ફેરફાર કર્યા. ત્યારથી ભાવ દૈનિક રીતે સંશોધિત થવા જોઈએ. પરંતુ એવું થયું નહીં. 


ભાવ ઘટવાની સંભાવના કેટલી
પેટ્રોલિયમ સચિવે કહ્યું કે વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઈલના  ભાવ લાંબા સમય સુધી ઓછા રહે તો ઓઈલ કંપનીઓ રિટેલ ભાવમાં કાપ પર વિચાર કરશે. અત્રે જણાવવાનું કે આગામી 20 દિવસમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારબાદ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી થશે. ચૂંટણી પણ પેટ્રોલના ભાવ પર અસર કરતી હોય છે.